તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બુલેટ ટ્રેન લાંચ પ્રકરણમાં નિવૃત મામલતદાર સહિત 4ને રિમાન્ડ, બેન્ક એકાઉન્ટના ટ્રાન્જેક્શન તપાસવા ટીમ તૈયાર

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદના ટુંડેલ ગામે રહેતા ખેડૂતની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કપાત જતી હતી. આ જમીનના વળતર રૂ.17 લાખ ચુકવવા માટે જમીન સંપાદન વિભાગના અધિકારીઓએ તેમની પાસે રૂ.ત્રણ લાખની લાંચ માંગી હતી. જે બેન્કમાં જમા થયા બાદ તેમને વળતર ચુકવવા જણાવ્યું હતું. જોકે, મામલો એસીબી સુધી પહોંચ્યો હતો અને છટકુ ગોઠવી નિવૃત્ત મામલતદાર મુકેશ મનુભાઈ સોની, ભીખાભાઈ વાઢેર અને કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક પીન્કેશભાઈ ભગુભાઈ પરમાર સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.

આ ત્રિપુટીએ વધુ કેટલા ખેડૂત પાસેથી નાણા પડાવ્યા છે ? તે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, ભીખાભાઈ વાઢેરનો કોરોના પોઝીટીવ આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે પીન્કેશભાઈ પરમાર અને મુકેશભાઈ સોનીની પૂછપરછ માટે કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. જ્યાં કોર્ટે 1લી ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજુર કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...