તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:નડિયાદની બે સોસાસાટીમાંથી એક સાથે 4 બાઇક ચોરાયાં, વાહન ચોરીના પગલે ફફડાટ ફેલાયો

નડિયાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

નડિયાદ શહેરના એસઆરપી કેન્પની સામે આવેલી બે સોસાયટીમાં એક જ રાતમાં ચાર બાઇક ચોરી થતાં આસપાસના રહિશોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે. વાહન ચોરોની ટોળકીએ એક સાથે આ રીતે ચોરી કરતાં નડિયાદ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલી મંગલપાર્ક સોસાયટી તથા રૂદ્ર રેસીડન્સીમાં શુક્રવારની મધરાતે તસ્કરો ત્રાટક્યાં હતાં. મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ વણઝારા, રાજેશકુમાર અભેસીંગ રાઠોડ, કૃણાલકુમાર પટેલનું મળી કુલ ચાર બાઇક કિંમત રૂ.80 હજારની ચોરી કરી નાસી ગયાં હતાં. આ બનાવ સંદર્ભે ભાવેશભાઈ વણઝારાની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, નડિયાદમાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. આજુબાજુના ગામોમાં પણ ચોરીના બનાવો વધી ગયા છે ત્યારે પોલીસ પેટ્રોલીંગ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો