તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ખેડા જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં 397 ઉમેદવાર

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાત તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

ખેડા જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં આઠેય તાલુકા પંચાયતમાં કુલ 397 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે .જેમાં સૌથી વધુ ઠાસરામાં 67 ઉમેદવારનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાની નડિયાદ, માતર, મહેમદાવાદ, વસો, ઠાસરા, મહુધા, ખેડા અને ગળતેશ્વર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 397 ઉમેદવારોએ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. જેમાં સૌથી વધુ ઠાસરા તાલુકા પંચાયતમાં છે. જોકે, મોટા ભાગની બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે લડી રહ્યા છે.

માત્ર ઠાસરામાં અપક્ષોએ જોર લગાવ્યું છે. નડિયાદમાં 62, માતરમાં 42, મહેમદાવાદમાં 57, વસોમાં 35, ઠાસરામાં 67, મહુધામાં 43, ખેડામાં 42 અને ગળતેશ્વરમાં 49 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાની કેટલીક તાલુકા પંચાયતોની બેઠકો ઉપર 2 થી 4 અપક્ષ ઉમેદવારો ઉભા રહ્યાં છે. જેના કારણે આવા અપક્ષ ુમેદવાર 200-300 મત તોડે તો કોંગ્રેસ ભાજપના ઉમેદવારને સીધી અસર કરે તેમ છે. જેથી હાલ તો અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા નથી ત્યારે તેઓને લાલચ આપીને ટેકો જાહેર તકરવા માટે રાજકીય નોતાઓ બેઠકો યોજી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો