તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સેવાલીયામાં બે કન્ટેઇનરમાંથી 39.36 લાખનો દારૂ પકડાયો

નડિયાદ4 મહિનો પહેલા
ટ્રકમાંથી દારૂ જપ્ત કરાયો. - Divya Bhaskar
ટ્રકમાંથી દારૂ જપ્ત કરાયો.
 • બાડમેરના શખ્સની અટક કરી કોવિડ ટેસ્ટ માટે મોકલાયો

સેવાલીયા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલા કન્ટેઇનરને ઝડપી પાડી, બાડમેરના શખ્સની અટક કરી હતી. પોલીસે રૂ.39,36,000 ની કિંમતનો દારૂ મળી કુલ રૂ. 53,44,500 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં ઝડપાયેલા શખ્સને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સેવાલીયા પોલીસની ટીમ મહારાજના મુવાડા નજીક વાહન ચેકિંગમાં હતી તે સમયે રાજસ્થાન પાસિંગનું કન્ટેઇનર રોકીને તેમાં તપાસ કરતાં ખાલી કન્ટેઇનરમાં કાંઇ મળ્યું ન હતું. પરંતુ શંકાના આધારે પોલીસે ઝીણવટભરી રીતે કન્ટેઇનર તપાસતાં પાછળના ભાગમાં તો કાંઇજ ન હતું, પરંતુ આગળના કન્ટેઇનરના ઉપલાં ભાગમાં દારૂની પેટી સંતાડેલી હતી. જેથી પોલીસે ચાલક સત્તારામ ધર્મારામજાટ (રહે.બાડમેર) ની અટક કરી હતી.

રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે
સેવાલીયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.અસારીએ જણાવ્યું હતું કે, મહારાજના મુવાડાથી પકડેલા દારૂના જથ્થા સાથે ઝડપાયેલા કન્ટેઇનર ચાલકને કોવિડ ટેસ્ટ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવશું. હરિયાણાથી દારૂ ભરીને રાજકોટ લઇ જવાનો હોવાનું હાલમાં ચાલકે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો