નડિયાદ કોરોના LIVE:નડિયાદમાં 44 સહિત ખેડા જિલ્લામાં આજે કોરોનાના નવા 69 કેસો નોંધાયા, એક્ટિવ કેસોની સંખ્યા 346 પર પહોંચી

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે વધુ 280 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા
  • એક્ટિવ કેસોમાંના 331 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે

ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેમાં આજે શુક્રવારે વધુ 69 કેસો નોંધાયા છે. જેના પછી એક્ટિવ કેસની સંખ્યા વધીને 346 પર પહોંચી ચૂકી છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફ્તારથી આગળ વધી રહ્યો છે. આજે શુક્રવારે કોરોનાના વધુ 69 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી 44, કપડવંજ પંથકમાંથી 10, ખેડા પંથકમાંથી 8, મહુધા પંથકમાંથી 3, ઠાસરા પંથકમાંથી 1, કઠલાલ પંથકમાંથી 1, વસો પંથકમાંથી 1 અને માતર પંથકમાંથી 1 મળી કુલ 69 કેસો નોંધાયા છે. જેના પછી એક્ટિવ કેસોની સંખ્યા 346 પર પહોંચી ચૂકી છે.

જ્યારે આજે વધુ 280 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાંના 331 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 5 દર્દીઓ નડિયાદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 10 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...