તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ખેડા જિલ્લામાં કોરોનાનો રેકોર્ડ બ્રેક થતાં ફફડાટ, આજે સમગ્ર જિલ્લામાં વધુ 31 કેસો નોંધાયા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા, તંત્ર આંકડો છુપાવતો હોવાની અટકળો

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસો રેકોર્ડ બ્રેક નોંધાયા છે. આજે સમગ્ર જિલ્લામાં વધુ 31 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં અને બીજા ક્રમાંકે મહુધા આવે છે.

સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના સુપર સ્પ્રેડર બન્યો છે. બુધવારે સમગ્ર જિલ્લામાં વધુ 31 કેસો નોંધાયા છે. અત્યાર સુધી આ આંક કુલ 3,700ને પાર પહોંચ્યો છે. આજે નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો નડિયાદમાં 19, મહુધામાં 5, કઠલાલ, મહેમદાવાદમાં 2, 2, માતર, વસો, ખેડામાં 1, 1, 1 નોંધાયા છે. નડિયાદમાં દિન પ્રતિદિન કેસોની સંખ્યા વધતા તંત્ર ચિંતાતુર બન્યું છે.

હવે તો હોસ્પિટલોમાં પણ દર્દીઓ ઉભરાયા છે. સ્થિતિને સુધારા પર લાવવા તંત્રએ ફરી એક વખત કડકાઈ દાખવી છે. માસ્ક નહીં પહેરતા લોકોને દંડ ફટકારવાની કામગીરી પુનઃ ચાલુ કરી છે. CCTV દ્વારા તો ક્યાંક રૂબરૂ ચલણ આપી માસ્ક નહીં પહેરનારા સામે તંત્રએ લાલ આંખ કરી છે. તો બીજી તરફ નડિયાદમાં કેસો વધતા તંત્ર દ્વારા આંકડો છુપાવવાતો હોવાની અટકળોએ જોર પકડયું છે

નડિયાદમાં રાજ્ય સરકારે જાહેર કરેલ કોવિડ સેન્ટર એકાએક ટ્રાન્સફર કરતાં પ્રજાને હાલાકી
એકબાજુ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાએ ભરડો લીધો છે. ત્યારે વહીવટી તંત્રએ જે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ એન. ડી. દેસાઈ કોવિડ સેન્ટરને બંધ કરી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયું છે. જેના કારણે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સેન્ટરને ટ્રાન્સફર કરાયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જાહેરાત નહીં કરતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો