ખેડા કોરોના LIVE:ખેડા જિલ્લામાં કોરોનાની સ્પીડ ધીમી પડી, આજે 19 કેસો નોંધાયા, એક્ટિવ કેસોમાં ઘટાડો

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 145 પર રહી

ખેડા જિલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે વધુ 19 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 145 પર પહોંચી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસોમા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કોરોનાના વધુ 19 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદમાંથી 10, મહેમદાવાદમાંથી 3, વસોમાથી 1, મહુધામાંથી 1, ગળતેશ્વરમાંથી 1, ઠાસરામાંથી 1 અને કપડવંજમાંથી 2 મળી કુલ 19 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટીવ કેસોની સંખ્યા 145 પર પહોંચી ચૂકી છે.

આજે વધુ 1828 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં 140 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 3 દર્દીઓ નડિઆદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો વળી ખેડા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં કોરોનાના 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો આજે 102 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 1479 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 1, કપડવંજ તાલુકામાં 1, કઠલાલ તાલુકામાં 0, ખેડા તાલુકામાં 4, મહુધા તાલુકામાં 4, માતર તાલુકામાં 0, મહેમદાવાદ તાલુકામાં 28, નડિયાદ તાલુકામાં 7, ઠાસરા તાલુકામાં 8 અને વસો તાલુકામાં 3 મળી આજે કુલ 56 લોકોનું રસીકરણ થયુ છે.

આ સાથે 60+ વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન 589, હેલ્થ કેર વર્કર 122 અને ફ્રન્ટ લાઇન વર્કર 645 મળી કુલ 1356 પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.

અન્ય સમાચારો પણ છે...