તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:નડિયાદમાં 19 દર્દી સહિત જિલ્લામાં કોરોનાના 31 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 98 પર પહોંચી

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતી અત્યંત ગંભીર બની હોવાછતાં લોકો બેફીકર જોવા મળી રહ્યા છે. બુધવારે ખેડા જિલ્લામાં કોરોનાના કુલ 31 દર્દી નોંધાયા હતા, જેમાંથી 19 દર્દી નડિયાદના છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો અત્યાર સુધીનો કુલ આંક 3717 પર પહોંચી ગયો છે.

નડિયાદના નટરાજ એપા.માં રહેતા 44 વર્ષના મહિલા, શાંતિનગર એપાર્ટમેન્ટના 60 વર્ષના વૃધ્ધા, મલ્હારપુરાના 68 વર્ષના વૃધ્ધા, ગુણાતિત જ્યોત સોસાયટીના 56 વર્ષના મહિલા તેમજ પંજાબી સોસાયટીના 51 વર્ષના આધેડ, શિવ શક્તિ પાર્કના 63 વર્ષના વૃધ્ધ, શક્તિ પાર્કના 44 વર્ષના મહિલા, શ્રીનાથજી પાર્કના 70 વર્ષના વૃધ્ધ, ગોકુળ નગરના 40 વર્ષના મહિલા, મધર મેરી પાર્કના 43 વર્ષના આધેડ, વિઠ્ઠલનગર સોસાયટીના 47 વર્ષના મહિલા, સંદીપ પાર્ક સોસાયટીના 43 વર્ષના મહિલા, સંતરામ સોસાયટીના 62 વર્ષના વૃધ્ધ, વનમાલી નગરના 32 વર્ષના મહિલા, અશોક નગરના 77 વર્ષના વૃધ્ધ તથા શિતલ પાર્કના 82 વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

હાલમાં જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દી 98 છે. જેમાંથી 62 હોમ આઇસોલેશનમાં છે. સિવિલમાં સારવાર લઇ રહેલા 10માંથી 3 દર્દી બાયપેપ અને બે દર્દી અોક્સિજન સપોર્ટ પર છે. બુધવારે વધુ 497 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો