તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન શિક્ષણની ઇફેક્ટ:ખેડાના સ્ટેશનરીના 200 વેપારીને 30 કરોડનું નુકસાન

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરમાં આજથી શાળાઓ શરૂ થઇ રહી  છે. ઓન લાઇન શાળાઓ શરૂ થવાની હોઇ પ્રથમ વખત નવુ શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ વગર જ શરૂ થશે. - Divya Bhaskar
નડિયાદ શહેરમાં આજથી શાળાઓ શરૂ થઇ રહી છે. ઓન લાઇન શાળાઓ શરૂ થવાની હોઇ પ્રથમ વખત નવુ શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ વગર જ શરૂ થશે.
  • સ્કુલ ડ્રેસ-બેગના વેપારીઓનો ગત વર્ષનો માલ હજુ પડી રહ્યો છેઃ 5 કરોડથી વધુનો વ્યવસાય ચોપટ

સમગ્ર રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ રહી છે. જોકે આ વર્ષે નું સત્ર ઓનલાઇન શરૂ થઇ રહ્યું છે, જેના કારણે શિક્ષણ સાથે સંકળાયેલ વેપાર અને વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે. ઓન લાઇન શિક્ષણ શરૂ થવાનું હોઇ નોટ, પેન, ચોપડાની જરૂર નહીં પડે. જેથી સ્ટેશનરી ઉધોગ ને મરણતોલ ફટકો પડ્યો છે. જ્યારે વિધાર્થીઓ ને શાળાએ જવાનું જ નથી જેથી સ્કૂલ ડ્રેસની પણ જરૂર નહીં પડે, જેના કારણે સ્કૂલ ડ્રેસ નો વ્યવસાય કરતા વેપારીઓ ની હાલત કફોડી થઇ ગઇ છે.

નડિયાદના સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલ એક વેપારીએ નામ નહીં આપવાની સરતે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સ્ટેશનરી ની 200 થી વધારે દુકાનો આવેલી છે. જેમાં વાર્ષિક 30 કરોડથી વધુનો વ્યવસાય થતો હતો. પરંતુ કોરોના માં ઉદ્ભવેલી સ્થિતિને કારણે વેપારીઓએ વ્યવસાય બદલવાનો વારો આવ્યો છે.

ફક્ત નડિયાદમાં વાર્ષિક 15 કરોડનો 80 ટકા વ્યવસાય તુટી ગયો છે
શાળાઓ શરૂ થતા અગાઉ જે વેપારીઓને ત્યાં ભીડ જામતી હતી, તે સ્ટેશનરી નો વ્યવસાય કોરોના કળામાં 80 ટકા તુટી ગયો છે. નડિયાદ શહેરમાં સ્ટેશનરીનો વ્યવસાય કરતા 63 વેપારીઓ છે. જેઓ કોરોના કાળ અગાઉ વાર્ષિક 15 કરોડનો વ્યવસાય કરતા હતા. પરંતુ કોરોના ને કારણે સર્જાયેલ સ્થિતિને કારણે 80 ટકા વ્યવસાય તુટી ગયો છે. 19 માસથી શાળાઓ બંધ છે જેના કારણે મારી જ દુકાન માં 35 લાખનો સામાન પડી રહ્યો છે. > વિનોદ શાહ, પ્રમુખ, સ્ટેશનરી એસોશિયેસન

ડ્રેસ મટીરીયલ-બેગનો વાર્ષિક 5 કરોડનો ઉદ્યોગ મરણ પથારીએ
આ વર્ષે શાળા ઓ ઓન લાઇન શરૂ થવાની છે. જેના કારણે વિધાર્થીઓને સ્કૂલ ડ્રેસની જરૂર પડશે નહી. ગત વર્ષે પણ ઓન લાઇન ક્લાસ ચાલ્યા હતા. જેના કારણે તૈયાર કરેલા ડ્રેસ અત્યાર સુધી પડી રહ્યા છે. માત્ર નડિયાદ ની વાત કરીયે તો સ્કૂલ ડ્રેસના 20 થી વધુ વેપારીઓ છે. જેઓ કોરોના પહેલા વાર્ષિક 5 કરોડ નો વસાય કરતા હતા. પરંતુ કોરોના બાદ સ્થિતિ બદલાઇ ગઇ છે. આ વર્ષે કોઇ વેપારીએ નવા ડ્રેસ તૈયાર કર્યા નથી.

શાળાઓનોજ નોટ- ચોપડા-સ્કુલ ડ્રેસનો વેપાર
નડિયાદ શહેરના મોટા વેપારીમા જેઓની ગણના થાય છે તેવા એક વેપારી એ જણાવ્યું હતું કે કોરોના પહેલા શાળાઓ માં જ નોટ-ચોપડા અને સ્કુલ ડ્રેસના વિતરણ શરૂ થઇ ગયા હતા. જેના કારણે વેપારીઓને ફટકો પડ્યો હતો. રહી સહી કસર કોરોના એ પુરી કરી નાખી. જેના કારણે સ્ટેશનરી અને સ્કુલ ડ્રેસ, બેગના વ્યવસાયને ખુબજ નુકસાન થયું છે. સ્કૂલો દ્વારા આ પ્રકારે વ્યવસાય કરવામાં આવે તે યોગ્ય નથી. પરંતુ તંત્ર પણ કોઇ પગલા ભરતું નથી.

અન્ય સમાચારો પણ છે...