તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • 30 Children Benefit From Foster Parents Scheme, More Than 612 Children Get Shelter In Kheda District: 57 Applications Approved

લાભ:30 બાળકોને પાલક માતાપિતા યોજનાનો લાભ, ખેડા જિલ્લામાં 612 થી વધુ બાળકોને આશરો મળ્યો : 57 અરજી મંજૂર કરાઈ

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં અનાથ બાળકોને આશરો આપતા પાલક માતા પિતાને સરકાર દ્વારા ખાસ સહાય આપવામાં આવે છે. આ બાળકોની જવાબદારી લેવા માટે વધુ 30 અરજી આવી હતી. જેમાંથી તમામ મંજુર કરવામાં આવી હતી. આમ જિલ્લામાં કુલ 612 બાળકોને પાલક માતા પિતા મળ્યાં છે.

નડિયાદના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ઓકટોબર તથા નવેમ્બર 2020મા પાલક માતા-પિતા યોજના અંતર્ગત આવેલી અરજીઓને મંજુર કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ખેડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમાજ સુરક્ષા ખાતાની પાલક માતાપિતા યોજના અંતર્ગત નવી આવેલ કુલ 30 અરજી મંજુરી અર્થે મુકવામાં આવેલ હતી. જે પૈકી કુલ 30 અરજીઓને કમિટી દ્વારા મંજુર કરવામાં આવી હતી. પાલક માતા – પિતા યોજના અંતર્ગત ખેડા જિલ્‍લામાં નવી મંજુર થયેલ અરજીઓની સાથે હાલની સ્‍થિતિએ કુલ 612 લાભાર્થીઓ લાભ મેળવી રહ્યો છે.

આ ઉપરાંત સમિતી દ્વારા સમાજ સુરક્ષા ખાતાની બાળકો માટેની અન્‍ય એક યોજના શેરો પોઝીટીવ ઇલનેસ અંતર્ગત ઓકટોબર તથા નવેમ્બર 2020 દરમ્યાન નવી 57 અરજીઓ મંજુરી અર્થે મુકવામાં આવી હતી. જે પૈકી તમામ 57 અરજીઓને કમિટી દ્વારા મંજુર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 45 લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે અને હાલ વધુ 57 અરજીઓ મંજુર કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા 102 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...