તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના 3 પોઝિટીવ કેસ નોંધાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગળતેશ્વરમાં-2 , નડિયાદમાં 1 કેસ

ખેડા જિલ્લામાં આજે કોરોનાના 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. ગળતેશ્વરમાં-2 અને નડિયાદમાં 1 દર્દી સામે આવ્યા છે. કોરોનાનો અત્યાર સુધીનો કુલ આંક 10,383 છે. જે પૈકી 10,265ને રજા આપી દેવાઈ છે. જિલ્લામાં હાલ 70 દર્દી સારવાર હેઠળ છે. જેમાં 18 હોમ આઈસોલેશનમાં છે.

જ્યારે નડિયાદ સિવિલમાં 10, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ખેડામાં 2, એન. ડી. દેસાઈ હોસ્પિટલમાં 18 અને ખાનગી હોસ્પિટલોમાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે. દાખલ 70 પૈકી 39 સ્ટેબલ, 24 ઓક્સિજન અને 7 વેન્ટીલેટર પર છે. જિલ્લામાં આજે વધુ 976 કોરોના પરીક્ષણ કરાયા છે. જેના રીપોર્ટ પેન્ડીંગ છે. જિલ્લામા રસીકરણના 65 સેશન યોજાયા છે. જેમાં 18+ માટે યોજાયેલા 25 સેશનમાં 3962ને પ્રથમ ડોઝ અપાયો છે. 40 સેશનમાં 45+ના 3077ને પ્રથમ અને 1336ને બીજો ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...