તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટ સ્પોટ:નડિયાદમાં ડેન્ગ્યુના 3 નવા કેસ 3 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવાયા

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નડિયાદમાં 1, મંજીપુરામાં 1 અને ઉતરસંડામાં 1 કેસ નોંધાયો

નડિયાદ તાલુકો મચ્છરજન્ય રોગચાળાનો હબ બન્યો છે. તાલુકામાં ડેગ્ન્યુના નવા 3 કેસ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે. 3 કેસ પૈકી નડિયાદ શહેરી વિસ્તારમાં 1 કેસ જ્યારે મંજીપુરા અને ઉતરસંડામાં 1-1 ડેન્ગ્યુનો કેસ મળ્યો છે. ત્રણેય કેસના દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. બીજીતરફ શંકાસ્પદ 3 દર્દીઓના સેમ્પલ લઈ નડિયાદ એન. ડી. દેસાઈ હોસ્પિટલની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય બિમારીઓમાં નડિયાદ હોટ સ્પોટ બન્યુ છે.

જે વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે, ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના પરીવારોમાં સર્વે કરી મચ્છરજન્ય રોગચાળા સંદર્ભે માહિતી આપી છે. ઉપરાંત તેનાથી બચવાના ઉપાયો પણ સૂચવ્યા છે. શહેરમાં વાઈરલ ફીવરે માથુ ઉચકતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થયો છે.

બીજીતરફ નડિયાદ નગરપાલિકા હજુ પણ વરસાદ અને ગટર ઉભરાવવાના કારણે જાહેર માર્ગો તેમજ પાલિકાની ખાલી પડેલી જગ્યાઓમાં પાણી ભરાઈ રહેવા મુદ્દે કોઈ નક્કર કામગીરી કરેલી દેખાતી નથી. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયેલુ જોવા મળી રહ્યુ છે. ત્યારે નાગરીકોની સાથે સ્થાનિક તંત્ર પણ સતર્કતા દાખવે તે જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...