રોગચાળો:ખેડા જિલ્લામાં ડેન્ગ્યુના વધુ 3 અને ચિકનગુનિયાનો 1 કેસ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વધુ 4 કેસ નોંધાયા છે. જેમાંથી 3 ડેન્ગ્યુના અને 1 ચિકનગુનિયાનું દર્દી નોંધાયુ છે.

નડિયાદ શહેરમાં 2 ડેન્ગ્યુના દર્દી નોંધાયા છે. જેમાં કોલેજ રોડ, હરીઓમ નગર વિસ્તારમાં અને બીજુ કર્મવીર એપાર્ટમેન્ટ, વી.કે.વી. રોડ પર 1-1 દર્દી નોંધાયુ છે. ડેન્ગ્યુનો ત્રીજો કેસ મહેમદાવાદના કેસરા ગામે નોંધાયો છે. બીજીતરફ નડિયાદના પીજ ગામે વધુ એક ચિકનગુનિયાનું દર્દી નોંધાયુ છે. નડિયાદ શહેરમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ હજુ સુધી ઘટ્યો નથી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે નોંધાયેલા દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. તેમજ સબંધિત વિસ્તારોમાં ફોગીંગ અને ક્લોરીનેશનની કામગીરી વધુ સુઘઢ બનાવાઈ છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...