તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ, કુલ આંક 3214

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ, ગળતેશ્વરમાં દર્દી નોંધાયા

ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક છેલ્લા લાંબા સમયથી એકી સંખ્યામાં સ્થિર થયો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓનો આંક પણ 13 પર પહોંચ્યો છે. સોમવારે જિલ્લામાં વધુ 3 દર્દીઓની સાથે કોરોનાનો કુલ આંક 3214 પર પહોંચ્યો હતો.

સોમવારે નડિયાદના સુમેરૂ હાઇટ્સમાં રહેતા 63 વર્ષના વૃધ્ધા, ગળતેશ્વર તાલુકાના અંબાવમાં રહેતા 42 વર્ષના આધેડ અને વસોના પ્રજાપતિ મહોલ્લામાં રહેતા 30 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં ત્રણેયને સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં હાલમાં કોરોનાના કુલ 13 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 8 દર્દી હોમઆઇસોલેશનમાં છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે.

સોમવારે વધુ 116 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 51,827 સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 3214 રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો