ભાસ્કર વિશેષ:ચકલાસીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે 3 મહિના નિઃશુલ્ક વર્ગો

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીઓમાં વધતો ક્રેઝ, 450 વિદ્યાર્થીઓ પૈકી 60 ટકા વિદ્યાર્થીનીઓ
  • ​​​​​​​​​​​​​​નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ અને સ્ટેશન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસ

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાઓમાં ક્રેઝ વધી રહ્યો છે. જેનો પુરાવો રવિવારે ચકલાસીમાં શરૂ થયેલ કોચિંગ ક્લાસમાં જોવા મળ્યો. 3 મહિના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની ટ્રેનિંગ આપવાના ઉદેશ્યથી શરૂ થયેલ આ ક્લાસ ના ઉદ્ઘાટન પ્રસંગે 450 વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. હવે ગુરુવારથી અહીં અભ્યાસ શરૂ થશે. નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડા પાસે કેટલાક યુવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે મદદ માંગી હતી.

જે બાદ તેઓએ તાલુકા માં આવા કેટલા વિદ્યાર્થીઓ હશે જેને પરીક્ષા અંગે માર્ગદર્શનની જરૂર હશે તેનો વિચાર આવતા અમદાવાદના સ્ટ્રેશના ફાઉન્ડેશન સાથે સંપર્ક કર્યો હતો. ચકલાસીના ઉત્કર્ષ ગ્રૃપ અને ફાઉન્ડેશન સાથે મળી સંજયસિહ મહિડાએ ચકલાસીમાં જ 3 મહિના માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના ક્લાસ શરૂ કરવાની તૈયારી બતાવી.

જે માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરતા 2 જ દિવસમાં 450 વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મહત્વની વાત છેકે 450 વિદ્યાર્થીઓ પૈકી 60 ટકા સંખ્યા વિદ્યાર્થીનીઓની છે. જ્યારે 50 ટકા થી વધુ વિદ્યાર્થીઓ પોલીસ અને તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...