તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:જિલ્લાના ખેડામાં 3, વસો 2.5 અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડા - Divya Bhaskar
ખેડા
  • મહેમદાવાદ, માતર અને નડિયાદમાં છૂટા છવાયા ઝાપટાં

ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો. ખાસ કરીને ખેડા, વસો, કપડવંજમાં 2 થી 3 ઇંચ જેટલું પાણી પડ્યું હતું. જ્યારે મહેમદાવાદ, માતર અને નડિયાદમાં છુટો છવાયા ઝાપટાં વરસ્યા હતા. નડિયાદ શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન માત્ર 2 મીમી જેટલા ઝરમર વરસાદના પગલે રસ્તા ભીના થયા હતા.જિલ્લામાં અત્યાર સુધી કુલ 5 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ ખેડા તાલુકામાં પડ્યો હતો. જેના પગલે પોલીસ સ્ટેશન સામે ચાલુ રોડ ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. અહીં છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે. બીજી બાજુ ખેડા બસ્ટેન્ડમાં પણ પાણી ભરાયા હતા.

બીજી તરફ કપડવંજ શહેરમાં અચાનક જ બપોરના 12 વાગ્યાની આસપાસ મેઘરાજાએ કપડવંજ પંથકમાં તોફાની બેટિંગ શરૂ કરી હતી. બપોરના 12 થી 4માં કુલ 2 ઇંચ થી પણ વધારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી કપડવંજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વસો પંથકમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જેના પગલે બપોરે 2 થી 4ના ગાળામાં જ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે વસો પંથક એ ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોઇ. ક્યાય વરસાદી પાણી ભરાવાના સમાચાર મળ્યા નથી. ખેડુતો માટે વાવણી લાયક વરસાદ વરસ્યો હોઇ ખેડુતોમાં ખુશી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...