તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ:ગળતેશ્વરના વનોડા પાસે પકડાયેલા દારૂ કટીંગ પ્રકરણના ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિમાન્ડ દરમિયાન સ્થાનિક બુટલેગરનાં નામ ખૂલવાની સંભાવના

ગળતેશ્વર તાલુકાના વનોડા ગામે ખુલ્લી જગ્યામાં દારૂના કટીંગ પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં રાજસ્થાન પાર્સિંગના બે વાહનો તથા એક મોટરસાયકલ સાથે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 23.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો આ બનાવમાં ત્રણ વ્યક્તિઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. તમામ સામે પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ માટે આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે 4 દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે આ રિમાન્ડ દરમિયાન સ્થાનિક બુટલેગરો નામ ખૂલવાની શક્યતા સેવાઇ રહી છે.

ગળતેશ્વર તાલુકાના વનોડા ગામ નજીક ઢેકારીયા સીમ વિસ્તારમાં કેટલાક લોકો દારૂ કટીંગ કરી રહ્યા હોવાની બાતમી સેવાલીયા પોલીસને મળી હતી. આથી પોલીસે દરોડો પાડતાં બનાવ સ્થળ પર નાસ ભાગ મચી ગઈ હતી. પોલીસે ત્યાંથી રાજસ્થાન પાર્સિંગનું કન્ટેનર અને એક કાર તથા એક નંબર વગરનું પલ્સર મોટરસાયકલ કબ્જે કર્યુ છે. વધુમાં કન્ટેનરમાં તપાસ આદરતાં કન્ટેનરમાંથી ઇંગ્લીશ દારૂની ક્વોટર નંગ 7,968 જેની કિંમત રૂપિયા 7, 96, 800નો દારૂ મળી આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસે સ્થળ પરથી ત્રણ ખેપિયાઓને દબોચી લીધા છે. જેમાં રાકેશ રણધીરસિંહ જાટ, ઓમવિર સુતરામસિંઘ જાટ અને સંદીપ જગદેવરામ સૈહું (તમામ રહે. રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ સાથે ત્રણેય પાસેથી ત્રણ મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા 8 હજાર તેમજ ત્રણેય વાહનો મળી કુલ રૂપિયા 23, 40, 300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજસ્થાનના પકડાયેલા ત્રણ વ્યક્તિઓ દારૂ ઉતારવા આવ્યા હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે આ દારૂ વિસ્તારના કયા બુટલેગરનો મંગાવ્યો હતો તે મહત્વનું છે દારૂ ક્યાંથી આવ્યો અને કોનો હતો તે શોધવા માટે સેવાલિયા પોલીસ આજે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ ત્રણેયને તા 10 મી જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આ રિમાન્ડ દરમિયાન સ્થાનિક બુટલેગરોના નામ ખૂલવાની શક્યતા છે સ્થાનિક બુટલેગરો આ કેસ દબાવવા માટે પ્રયત્ન કરે છે અને પોતાનું નામ ન આવે તેવા પ્રયત્નો પણ કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...