તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાલાસિનોર પાસેથી ગેરકાયદે પશુ ભરેલ 2 બોલેરો ઝડપાઇ, પાડા અને બોલેરો સહીત 3.90 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

બાલાસિનોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જતા બે શખ્સ ઝબ્બે

મહીસાગર જિલ્લામાં પશુ પ્રત્યે ક્રૂરતાની ઘટના સામે આવી છે. બાલાસિનોરમાં પોલીસે બાતમીના આધારે પશુઓની ગેરકાયદેસર તસ્કરી કરતા ઈસમોને ઝડપી પાડ્યા છે. તેમજ તેમની પાસે 17 પાડાને મુક્ત કરાવી અમદાવાદ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.બાલાસિનોર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-01-DV-0712 તથા ગાડી નંબર GJ-27-T-7046 બંન્નેમાં પાડા ભરીને બાલાસિનોર તરફ જતી હોવાની બાતમી મળી હતી.

જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે સદર બાતમીવાળી જગ્યાએ જઇ વોચ તપાસ કરતા બંને બોલેરો ગાડી આવતા ઉભી રાખવામાં આવી હતી. તેની તપાસ કરતા અંદરના ભાગે ગળુ ટુપાઈ તે રીતે દોરડાથી ક્રૂરતાપૂર્વક ખીચોખીચ પાડા બાંધ્યા હતા. બંને બોલેરો ગાડીમાં કુલ 17 પાડા હતા. જ્યાં પોલીસે કિંમત રૂપિયા 85,000/-ના પાડા અને 2 નંગ મોબાલઈની કિંમત 5000/- તથા બે બોલેરો પીકપ ગાડીની કિંમત રૂપિયા 3,00,000/- મળી કુલ રૂપિયા 3,90,000/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસે 17 અબોલ પ્રાણીઓને બચાવી લઇ અમદાવાદ પાંજરાપોળ મોકલી આપ્યા છે. તેમજ આ ઘટનામાં ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પશુઓ પ્રત્યેનો ધાતકીપણુ અટકાવવાના કાયદો તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ હેઠળ‌ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...