તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગળતેશ્વર નજીક પશુની હેરાફેરી કરતાં 3 ઝડપાયા, પોલીસે દોરડાથી બાંધેલાં 2 બળદ છોડાવ્યા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ગળતેશ્વર નજીક છોટાહાથી ગાડીમાં બે પશુની હેરાફેરી કરતાં વડોદરા, ડેસર ગામના ત્રણ શખસને સેવાલિયા પોલીસે દબોચી લીધાં હતા. ગાડીમાં બે પશુને ઘાસ, પાણીની સગવડ વગર અતિક્રૂરતાપૂર્વક રસી વડે બાંધેલાં મળી આવ્યાં હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઠાસરા ગામે રહેતાં અને છેલ્લાં ચાર વર્ષથી એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે કામ કરતાં પ્રતિશકુમાર રાજેશભાઇ ઠક્કર અને મિત્ર કરમણભાઇ સાદુડભાઇ ભરવાડ ગળતેશ્વર ખાતે હતા. ત્યારે તેઓએ વરસડા બાજુથી આવતાં છોટાહાથી ગાડીને થોભાવી ચેક કરતાં તેમાંથી બે પશુ ઘાસચારો, પાણીની સગવડ વગર અતિક્રૂરતાપૂર્વક રસી વડે બાંધેલાં મળી આવ્યાં હતા.

જેની પૂછતાછ કરતાં ગાડીના ચાલક કંચન ડાહ્યાભાઇ રાવળે ગલ્લાંતલ્લાં કરતાં સેવાલિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી આવી છોટાહાથી ગાડીના ચાલક કંચન ડાહ્યાભાઇ રાવળ, કાળુ મુળજીભાઇ રોહિત, વિજય કંચનભાઇ રાવળ (રહે. તમામ ડેસર, કોટવગો, તા.ડેસર, જિ.વડોદરા ગ્રામ્ય)ની ધરપકડ કરી ગાડીમાંથી બે પશુને છોડાવી લીધાં હતા. પોલીસની પૂછપરછમાં બે પશુને વડોદરાના ડેસર ગામેથી લાવ્યા હોવાની કબુલાત આપી હતી. જો કે, ક્યાં લઇ જવાના હતા તેનો કોઇ જવાબ નહીં આપતાં પોલીસે ત્રણે શખસ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો