તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેડા જિલ્લામાં 29 બાળલગ્નો અટકાવાયા

નડિયાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બાળલગ્નના કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ કરાય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

બાળલગ્ન એ દરેક સમાજ માટે કુમળા માનસ પર અત્યાચાર સમાન છે. ખાસ કરીને બાળલગ્નમાં સગીર દીકરી કે દીકરાના લગ્ન કરાવવામાં આવતાં કુપોષણ તેમજ જીવનું જોખમ પણ વધી જવાની શક્યતા રહેલી હોય છે. આવા બાળલગ્નો કરાવનાર અને કરનારા પરિબળો સામે સરકારે કડક કાયદો બનાવી તેની સાથે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કેટલાંક કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ પણ નોંધવામાં આવતી હોય છે તેમ ખેડા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતુ. ખેડા જિલ્લામાં વર્ષ 2019-2020 દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 24 જેટલાં બાળલગ્નોને અટકાવવામાં આવ્યાં હતા.

તેમજ વર્ષ 2020-2021માં છેલ્લાં એકાદ માસમાં પાંચ જેટલાં બાળલગ્નોને બંધ રખાવી ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.આ અંગે માહિતી આપતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરવાડએ જણાવ્યા મુજબ વર્ષ 2019-2020 માં ખેડા જિલ્લામાં મળેલી જુદીજુદી ફરિયાદોની અરજી મળવાના પગલે કુલ 24 બાળલગ્નને થતાં અટકાવવામાં આવ્યાં હતા. તેવી જ રીતે, વર્ષ 2020-2021ના માહે જાન્યુઆરી માસમાં કુલ 5 બાળલગ્નને અટકાવી તેના વાલીનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતુ. જેમાં નડિયાદ તાલુકાના ડુમરાલ, ખેડા તાલુકાના વારસંગ તથા કાચ્છઇ અને કપડવંજના સાવલી ગામે પાંચ બાળલગ્નને બંધ કરાવડાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તેઓએ જણાવ્યું કે, બાળલગ્ન થતાં અગાઉ ફરિયાદ કે અરજી મળે તો તેને પોલીસને સાથે રાખીને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અટકાવાય છે. તેના વાલી પાસેથી સંતાનોના પુખ્તવયે લગ્ન કરાવવામાં આવશે તેવી બાંહેધરી લેવામાં આવે છે. કાઉન્સેલીંગ કરવામાં આવે છે. બાળલગ્ન થઇ ગયા પછી અરજી-ફરિયાદ મળે તો કોર્ટમાં ફરિયાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવતી હોય છે.

બાળલગ્ન કરવામાં આવે તો સગીર બાળા અને યુવકના લગ્ન કરાવનાર બન્ને પક્ષના વાલી-વારસો અને લગ્નપ્રસંગમાં ભાગ લેનાર જાનૈયા, ગોરમહારાજ, બેન્ડવાજાવાળા, કેટરીંગવાળા, મંડપ ડેકોરેશન કરનાર સહિતનાને કાયદાકીય રીતે બે વર્ષની કડક સજા થઇ શકે છે. તેમજ બાળલગ્ન કરાવનાર માતા-પિતાએ એક લાખનો દંડ ભરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો