તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:ખેડા જિલ્લામાં કોરોનાના 29 દર્દી નોંધાયા, નડિયાદમાં વધુ 11 કેસ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સારવાર લઇ રહેલા વધુ બે દર્દીઓના મોત, દાખલ દર્દીનો આંક 116 પર

ખેડા જિલ્લામાં રવિવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 36 કેસ નોંધાયા બાદ સોમવારે કોરોનાના વધુ 29 દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં સૌથી વધુ કેસ નડિયાદ શહેરમાં મળી આવ્યા છે. આ ઉપરાંત સારવાર લઇ રહેલા બે દર્દીઓના મોત નીપજ્યા છે. સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના દર્દીઓની યાદીમાં નડિયાદ શહેરના સલુણ બજારમાં આવેલા શ્રીનાથ સોસાયટીમાં રહેતા 80 વર્ષના વૃધ્ધ, સંકેત સોસાયટીમાં રહેતા 54 વર્ષના આધેડ અને 29 વર્ષના યુવક, વિરલ બંગ્લોમાં રહેતા 29 વર્ષના યુવક, તિરૂપતિ સોસાયટીમાં રહેતા 22 વર્ષના યુવક, નેશનલ પાર્કમાં રહેતા 56 વર્ષના આધેડ અને 53 વર્ષના મહિલા, હરિઓમ કોમ્પલેક્ષમાં રહેતા 42 વર્ષના મહિલા, નાલંદા નગરમાં રહેતા 24 વર્ષિય યુવતી, એફ.કે.આર્ચિવમાં રહેતા 57 વર્ષના આધેડ, કર્મવીર સોસાયટીમાં રહેતા 67 વર્ષિય વૃધ્ધ કોરોનાની ઝપેટમાં આવતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત નડિયાદ તાલુકાના ડુમરાલમાં રહેતા 32 વર્ષિય યુવક, દાવડામાં રહેતા 47 વર્ષિય આધેડ તથા 21 વર્ષનો યુવક, સલુણમાં રહેતા 55 વર્ષિય આધેડ, પીપળાતામાં રહેતા 50 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના મહેમદાવાદના 3, કપડવંજ – કઠલાલ, મહુધા તેમજ વસોમાં બે - બે દર્દીઓ નોંધાયા છે. જ્યારે ઠાસરા અને માતરમાં એક – એક કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી 2392 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 2260 સાજા થયા છે. સોમવારે કોરોનાની સારવાર લઇ રહેલા વધુ બે દર્દીઓના મોત નીપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો