તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં કોરોના બેકાબુ:ખેડા જિલ્લામાં કોરોનાના 28 દર્દી MGVCLના 25 કર્મચારી પોઝિટીવ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ શહેરનાં 17 અને જિલ્લામાં 11 નવા કેસ નોંધાયા
 • શુક્રવારે વધુ 410 સેમ્પલને પરિક્ષણ અર્થે મોકલી અપાયાં

ખેડા જિલ્લામાં શુક્રવારે કોરોનાના કુલ 28 દર્દી નોંધાયા હતા. જેમાં હોટસ્પોટ અેવા નડિયાદ શહેરમાં જ 17 દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત જિલ્લાના મહુધા, મહેમદાવાદ,માતર, વસો, કઠલાલ અને ખેડામાં કોરોનાના દર્દી નોંધાયા હતા. જિલ્લામાં અત્યારે કોરોના પોઝિટીવ દર્દીઓનો કુલ આંક 3772 પર પહોંચી ગયો છે. જોકે છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસ નડિયાદ શહેરમાં વધુ વકરી રહ્યાં છે અને શહેરનો આંક પણ વધતો જાય છે.

શુક્રવારે નડિયાદની પુનિત કોલોનીના 25 વર્ષના મહિલા, નવદીપ નગરના 58 વર્ષના આધેડ,મહાદેવ સોસાયટીના 45 વર્ષના આધેડ, શંકરબદાની પોળના 25 વર્ષના મહિલા, અશોક નગરના 15 વર્ષના તરૂણ, કપડવંજ રોડ ઉપર સાઇ શ્રધ્ધા હોસ્પિટલમાં 33 વર્ષના યુવક, નેશનલ પાર્કના 52 વર્ષના મહિલા, ડીડીયુ સ્ટાફ ક્વાટર્સના 27 વર્ષના મહિલા, શિખર હાઇટ્સ પર રહેતા 52 વર્ષના મહિલા, ધર્મભક્તિ નગર સોસાયટીના 34 વર્ષના યુવક, ત્રિનાથ સોસાયટીના 58 વર્ષના આધેડ, ભાવના ફ્લેટના 75 વર્ષના વૃધ્ધ, શિવ નગરી સોસાયટીના 61 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડાયા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 99 છે. જેમાંથી 69 દર્દી હોમઆઇસોલેશનમાં છે. નડિયાદ સિવિલમાં સારવાર લઇ રહેલા 7 માંથી 2 દર્દી બાયપેપ અને 1 ઓક્સિજન પર છે. શુક્રવારે વધુ 410 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલાયા હતા.

જિલ્લામાં 11 કેસ નોંધાયા
પલાણાના 14 વર્ષનો તરૂણ, પીજના 49 વર્ષના આધેડ, માંકવાના 31 વર્ષના યુવક અને 27 વર્ષના મહિલા, વરસોલાના 42 વર્ષના આધેડ, ખેડા કેમ્પના 34 વર્ષના યુવક, સલુણના 42 વર્ષના આધેડ, અલિન્દ્રાના 50 વર્ષના આધેડ, ત્રાજના 69 વર્ષના વૃધ્ધ, નગરામામાં રહેતા 44 વર્ષના મહિલા, ચુણેલના 31 વર્ષના યુવક અને 24 વર્ષના યુવક, કઠલાલના 57 વર્ષના આધેડ કોરોનામાં સપડાયા છે.

MGVCLના 25થી વધુ કર્મચારીને કોરોના
એમ.જી.વી.સી.એલ. નડિયાદની વર્તુળ કચેરીમાં 4 કર્મચારીઓ, નડિયાદ ડિવીઝન ઓફિસમાં 1 કર્મચારી, સબ ડિવીઝન ઓફિસમાં 5 મળી કુલ 25 થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો