કલા:નડિયાદના 26 વર્ષીય સૈફ સૈયદે કલા ક્ષેત્રે પોતાના વિશેષ યોગદાનથી નડિયાદનું નામ દેશમાં ગુંઝતુ કર્યુ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુ વર્ષ 2019માં વોઇસ ઓફ ગુજરાતનો વિનર્સ રહ્યો છું: સૈફ સૈયદ
  • 26 વર્ષીય સૈફ સૈયદે વર્ષ 2015માં સારેગામાપા શોના 5 રાઉન્ડમાં જીત મેળવી હતી

ગુજરાતની ધરતી પર ઘણા કલાકારોએ પોતાના ઉમદા અને ઉત્ક્રુષ્ટ યોગદાનથી ગુજરાતની ભલી ભોમને ઉજળી બનાવી છે. ત્યારે વાત કરીએ ખેડા જિલ્લાના વડામથક ગણાતા નડિયાદની તો નડિયાદે સાક્ષર નગરીની સાથે સાથે કલાનગરી પણ કહી જ શકાય કારણ કે ઘણા કલાકારોએ પોતાના સુરીલા અવાજથી નડિયાદનું નામ ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં ગુંઝતું કર્યું છે.

કલા અને કળા નડિયાદને જાણે વારસામાં જ મળી હોય તેમ નાનેરાથી માંડી મોટેરા લોકોમાં કઇને કઇ કલા છુપાયેલી જોવા મળે છે. વાત છે નડિયાદના 26 વર્ષીય સૈફ સૈયદની જેઓએ માત્ર ધોરણ 7 સુધી જ અભ્યાસ કર્યો છે અને આજે તેઓએ પોતાના સુરીલા કંઠને કારણે સમગ્ર નડિયાદની સાથે સાથે ગુજરાતમાં પણ તેની મહેક પ્રસરાવી છે. તેઓને પોતાના સુરીલા કંઠની ગોડ ગીફ્ટ મળી છે.

સૈફ સૈયદ સુફી અને ગઝલ ગાઇ સૌને પોતાની તરફ પોતાના સુરીલા કંઠથી આકર્ષિત કરી રહ્યા છે. તેઓ મચ્છી માર્કેટ, વાવનું ફળીયું અમદાવાદી બજાર નડિયાદમાં રહે છે. તેઓએ 7 વર્ષની ઉંમરથી જ ગાવાની શરૂઆત કરી હતી. તેઓને પાકિસ્તાની ગાયક કલાકાર ઉસ્તાદ ગુલામઅલી ખાં પાસેથી પ્રેરણા મળી તેઓ નાનપણથી જ તેઓને સાંભળે છે અને તેઓ તેમને આદર્શ માને છે.

તેઓ પોતાના ઓરકેસ્ટ્રા મ્યુઝિક ચલાવે છે. સાથે સાથે સામાજિક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં જઇ કાર્યક્રમો કર્યા છે. તાજેતરમાં જ તેઓએ આનંદ આશ્રમ ખાતે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અને તેઓના સુનેહરા અવાજથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકો અચંબિત થઇ ગયા હતા. આ સમયે સ્વામી મુદિતવદનાનંદ સરસ્વતીના હસ્તે તેમને આર્ષ વિધા કલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સૈફ સૈયદએ અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદની સાથે તેઓએ ગુજરાતની બહાર મુંબઇ, જયપુર અને દિલ્હી જેવી રાજધાનીમાં પણ પોતે પોતાના સુરીલા સ્વરના ગઝલ, સુફી અને બોલીવુડ ગીતો ગાઇ અનેક કાર્યક્રમ કર્યા છે. સુફી સૈયદ ઉસ્તાદ સાબિર ખાં જયપુર ઘરાનાના પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે તેમને પોતાના ટેલેન્ટથી જ નિઃશુલ્ક ટ્રેનિંગ મળી રહી છે. નડિયાદનો હિરો સુફી સૈયદએ ઘણા સંઘર્ષ બાદ આજે તેઓએ પોતાનું નામ બનાવ્યું છે.

મહત્વની વાત એ છે કે, તેઓએ વર્ષ 2019માં ગુજરાતમાં યોજાયેલ વોઇસ ઓફ ગુજરાતના વિનર્સ રહી ચુક્યા છે. ઉપરાંત તેઓ 2015ના સારેગામાપા શોમાં 5 રાઉન્ડ સુધી અગ્રેસર રહ્યા હતા. તેઓ આ શોમાં આર્થિક તંગીના કારણે આગળ વધી શક્યા ન હતા. ખુશીની વાત એ છે કે, તેઓએ ઘણા નામાંકિત કલાકારો જેવા કે, હરિહરણ, ઓસ્માન મીર, ઉસ્તાદ મુહિનુદ્દીન, ઉસ્તાદ સાબિર ખાન, સચિન જીગર સાથે વિશેષ કાર્યક્રમો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...