ચૂંટણી:નડિયાદ APMCની 16 બેઠકો માટે 26 ઉમેદવારી પત્રકો ભરાયા

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 14, વેપારી વિભાગની 4 બેઠકો માટે 4, મંડળીના મત વિભાગની 2 બેઠક માટે 2 જ ફોર્મ ભરાયા

નડિયાદ એપીએમસીની આગામી 4 ડિસેમ્બર ના રોજ યોજાનાર ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો ભરાયા. સવારે 11 થી 5 વાગ્યા થી સમગ્ર પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. સાંજે 5 વાગ્યે પ્રક્રિયાને અંતે 16 બેઠકો માટે કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટે 18 જ્યારે વેપારી મત વિભાગની 4 બેઠકો માટે 4 અને વેચાણ મંડળીઓની 2 બેઠક માટે 2 ઉમેદવારી પત્રો ભરાયા છે.

મહત્વની વાત છેકે વેપારી મત વિભાગ માટે 4 બેઠકો છે. જેના માટે 4 જ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે વેચાણ મંડળીઓના મત વિભાગ માટે 2 બેઠક છે. જેમાં પણ 2 જ ફોર્મ ભરાયા છે. જેથી ફોર્મ ચકાસણી અંતે આ બંને વિભાગોના 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે. જ્યારે ખેડૂત મત વિભાગમાં 18 ઉમેદવારી પત્રો ભરાયા હોય 10 બેઠકો માટે ખરાખરીનો જંગ થાય તેવી શક્યતા છે. હજુ આવતી કાલ મંગળવારના રોજ ફોર્મ ચકાસણી યોજાનાર છે, ત્યારે કેટલા ફોર્મ રદ્દ થાય છે તેના પર સૌની નજર રહેશે. ફોર્મ ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવા માટે 26 નવેમ્બર સુધીનો સમય છે. ત્યારે આગામી 4 દિવસ નડિયાદ એપીએમસી ની ચૂંટણી માટે મહત્વના પુરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...