વેક્સિનેશનની કામગીરી:ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અને શહેરમાં 2.5 લાખથી વધુ લોકોને રસી અપાઈ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 લાખથી વધુ લોકોને પ્રથમ અને 63 હજારથી વધુ લોકોને બીજો ડોઝ અપાયો

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે. તો બીજી બાજુ રસીકરણ વેગ આપવામાં આવ્યો છે. નડિયાદ શહેર અને તાલુકામાં વેક્સિનેશનની રેકોર્ડ બ્રેક કામગીરી કરાઈ છે. એટલે કે આજ દિન સુધી સમગ્ર શહેર અને તાલુકામાંથી કુલ 2.5 લાખથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

કોરોના સમયમાં સૌથી વધુ અસરગસ્ત એવા નડિયાદ સીટી અને તાલુકામાં મળી અત્યાર સુધી 2.5 લાખથી વધુ ડોઝ આપવાનો રેર્કોડ સામે આવ્યો છે. સમ્રગ ખેડા જિલ્લામાં કોરોનાના પ્રથમ અને બીજા તબકકામાં સૌથી વધુ અસર નડીઆદ શહેર અને તાલુકામાં થઇ હતી. તાલુકા હેલ્થ ઓફીસર ડો વિપુલ અમીનની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગની પેરામેડીકલ સ્ટાફની વિવિધ કેડરોએ દિવસ અને રાત જોયા વગર વેક્સિનેશનની કામગીરીને વેગવંતી કરી છે.

બીજી લહેર લગભગ પુરી થવાની અણીએ છે. સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન એકમાત્ર ઉપાય બાકી રહ્યો છે. ત્યારે આજે નડિયાદ શહેર અને તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરના સીધા માગર્દર્શન હેઠળ તાલુકાની પેરામેડીકલ ટીમ ધ્વારા કોરોનાની વેક્સિનેશનની કામગીરી પણ ઉડીને આંખે વળગે તેવી રહી છે.

વેક્સિનેશનની શરુઆતથી જ સતત દૈનીક 4 આંકડામાં વેકસીનેશનની કામગીરી કરવામાં આવતી હતી. ખેડા જીલ્લાનો એકમાત્ર નડિયાદ તાલુકા અને શહેરમાં થઈને આજ દિન સુધીમાં સુધીમાં બે લાખથી વધુ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 63 હજારથી વધુ વ્યક્તિઓને બીજો ડોઝ અપાઈ ગયો છે. ત્યારે સૌથી વધુ વેક્સિનેશન કરીને આ તાલુકા અને શહેરને ત્રીજી લહેર સામે અભયકવચ પુરુ પાડવાનું ઉદાહરણ તાલુકા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.