નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ને જોડતા શ્રેયસ ગરનાળામાં આજે વહેલી સવારે એક બાદ એક 25 થી વધુ વાહનો સ્લીપ થતા લોકોમાં આસ્ચર્ય ફેલાયું હતું. ઉપરા છાપરી વાહનો સ્લીપ થવાની ઘટના બનતા દુકાનદાર અને સ્થાનિકોએ સ્થળ પર પહોંચી વાહન ચાલકની મદદ કરી હતી. ઘટના સ્થળ પર તપાસ કરતા ઢાળ ચીકણો થઈ ગયો હોવાથી વાહનો સ્લીપ થતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ શ્રેયસ ગરનાળામાં હંમેશા ગટર ઉભરાતી હોય છે, જેનું પાણી ગરનાળામાં જમા થતુ હોય છે.
વળી રેલ્વે સ્ટેશનની બહારની બાજુમાં કોમ્પલેક્ષ બનાવવાની કામગીરી શરૂ થતા રાત્રીના સમયે ત્યાથી નીકળતી ચીકણી માટી ની ટ્રકો ગરનાળા માંથી અવર જવર કરી રહી છે. જેના કારણે ટ્રકમાંથી વેરાતી માટી ગટરના પાણી સાથે મીક્ષ થતા ગરનાળાનો ઢાળ ચીકણો થઈ ગયો હતો, જેના કારણે વહેલી સવારે ગરનાળામાંથી પસાર થતા વાહનો સ્લીપ થવા લાગ્યા હતા. અંદાજે 25 થી વધુ વાહનો સ્લીપ થતા નોકરીયાત, બહારગામ જતા, શાળાએ જતા વાલી-વિધાર્થીઓને નાની મોટી ઇજાઓ થવા ઉપરાંત કપડા પણ બગડતા હેરાન થવાનો વારો આવ્યો હતો.
ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી તાત્કાલિક સફાઈ કરી
ઘટનાનું કારણ જાણતા સ્થાનિકોએ નડિયાદ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. જેથી ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ચીકણી થેયલ સપાટીને સાફ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સફાઈ કર્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન કોઈ ઘટના બની ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.