તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન શિક્ષણ:જિલ્લામાં 2.46 લાખ વિદ્યાર્થી શાળામાં જવા ઉત્સુક

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1671 સ્કૂલના ધોરણ 6 થી 8ના બાળકો 2 સપ્ટેમ્બરથી વર્ગખંડમાં ઓફલાઈન શિક્ષણ મેળવશે

રાજ્યામાં 6 થી 8 ધોરણના વર્ગોને 2 સપ્ટેમ્બરથી ઓફલાઈન શરૂ કરવાની મંજૂરી આપાઈ છે. શાળાઓ ખુલતા હવે ખેડા જિલ્લામાં 1671થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં 2,46,792 વિદ્યાર્થીઓનું 14 માસમાં બીજીવાર 5 મહિનાના સમયગાળા બાદ ફરીથી શિક્ષણકાર્ય શરૂ થશે. જૂન માસ પછી કોરોનાનો વેગ લગભગ શાંત થઈ ગયો છે.

જુલાઈ અને ઓગસ્ટમાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ કેસો આખા જિલ્લામાં નોંધાયા છે. ત્યારે 14 માસથી વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસથી વંચિત છે. અગાઉ 9થી 12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ 6થી 8ના વર્ગો શરૂ થાય તેવી માગ ઉઠી હતી. જેના પર રાજ્ય શિક્ષણ વિભાગે ભારે ગહન કર્યા બાદ આગામી 2 સપ્ટેમ્બરથી એસ. ઓ. પી.ના અમલ સાથે 6થી 8ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

વર્ગખંડમાં ભણતર મળે તે જરૂરી છે
મોબાઈલમાં શિક્ષણ લેવાનો કંટાળો આવી રહ્યો છે. તેમાંય ઈન્ટરનેટ પતી જવુ કે નેટવર્ક છૂટી જવુ ઉપરાંત ઘરમાં અભ્યાસ કરવા બેઠા હોય એટલે ભણવા માટે વાતાવરણ અનુકુળ આવતુ નથી. શિક્ષકો પ્રત્યક્ષ ભણાવે તેમાં જ ભણવાની મઝા છે એટલે વર્ગખંડમાં ભણતર મળે તે જરૂરી છે. > દ્રષ્ટિ તળપદા, વિદ્યાર્થી, ધોરણ 8

નિયમોના પાલન સાથે શાળા ચાલુ કરવી જોઈએ
લાંબા સમય પછી શાળાઓ ખુલ્યાનો આનંદ છે, બાળકોને શાળામાં જઈને અગાઉની જેમ જ અભ્યાસમાં જોતરાવું જરૂરી છે. પરંતુ કોરોનાનો ડર હોવાથી નિયમોના પાલન સાથે અને બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખી શાળાઓ ચાલુ કરાય તે જરૂરી છે. > કૈલાસબેન ચૌહાણ, વાલી

સંચાલકોની સાથે વિદ્યાર્થીઓની સતર્કતા જરૂરી
એસ. ઓ. જી.ના પાલન સાથે શાળાઓ ખોલવાની મંજૂરી મળી છે, ત્યારે લાંબા સમય પછી મળેલી મંજૂરી વિદ્યાર્થીઓના હિતમાં છે. શાળામાં બેસીને અભ્યાસ કરવો અને તેમાં શિક્ષક પ્રત્યક્ષ રીતે હાજર રહી ભણાવે તે જરૂરી હતુ. સંચાલકોની સાથે વિદ્યાર્થીઓ પણ સતર્કતા રાખે તે જરૂરી છે. > ઉર્વશીબેન ઠાકોર, શિક્ષક

અન્ય સમાચારો પણ છે...