કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં આજે કોરોનાના વધુ 24 કેસ નોંધાયા, એક્ટિવ કેસોની સંખ્યા 138 પર પહોંચી, ઓમિક્રોનનો કેસ ડિસ્ચાર્જ થતાં રાહત

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે નોંધાયેલા કેસોમાં 2 વર્ષિય બાળકી અને 6 વર્ષિય બાળકનો પણ સમાવેશ
  • કોરોનાના 138 કેસ પૈકી 2 સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, બાકીના તમામ હોમ આઇસોલેશન હેઠળ

ખેડા જિલ્લામાં કોરોના વધુ એક વખત રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારે સમગ્ર જિલ્લામાં આજે સોમવારે વધુ 24 કેસોનો વધારો થયો છે. જેના પછી એક્ટિવ કેસોની સંખ્યા વધીને 138 પર પહોંચી ચૂકી છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. જેમાં આજે સોમવારે 24 કેસ નોંધાયા હતા. તેમાં 2 વર્ષિય બાળકી અને 6 વર્ષિય બાળકનો પણ સમાવેશ થાય છે. આજે સોમવારે નોંધાયેલા કેસોની વિગતવાર વાત કરીએ તો નડિયાદમાંથી 18, ઠાસરામાંથી 3, વસોમાંથી 2 અને મહુધામાંથી 1 મળી કુલ 24 કેસો નોંધાયા છે. જેના પછી એક્ટિવ કેસોની સંખ્યા વધીને 138 પર પહોંચી ચૂકી છે.

બીજી બાજુ ઓમિક્રોનના એક એક્ટિવ કેસને આજે રજા આપી દેવાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે આજે વધુ 1744 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો 1744 વ્યક્તિઓના પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં ફક્ત 2 જ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બાકીના તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. આજે સોમવારે યોજાયેલા રસીકરણની વાત કરીએ તો આજે 247 સેશનમાં યોજાયેલા રસીકરણમાં 22 હજાર 212 લોકોને રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...