તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નડિયાદમાં જુગાર રમતા 23 ખેલીઓ ઝડપાયા

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરની મધુબન સોસાયટી પાસે સ્ટ્રીટ લાઈના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો જુગાર રમે છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી. જ્યાં જુગાર રમતા 16 ઈસમો ઝડપાયા હતા.

પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાના નામ આશીષ સોઢાપરમાર, સનીલ ઉર્ફે સન્ની મારવાડી, રોનકભાઈ જોષી, ભરતભાઈ સરગરા, મુકેશ પરમાર, કિરણભાઈ ઠાકોર, અજયભાઈ મારવાડી, નારાયણ મારવાડી, મહેશભાઈ કાગસીયા,સુરેશભાઈ મારવાડી, હિતેશભાઈ વાઘેલા, શીવમ સરગરા, ભાવેશ પરમાર, અજય કાગસીયા, અજય કાગસીયા, જયકાન્ત સરગરા, અને અજયભાઈ ઝાલા હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસે તેમની પાસેથી કુલ 22,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો બીજી તરફ નડિયાદ રૂરલ પોલીસે સલુણના શંકરપુરા સીમ વિસ્તારમા રેઈડ કરીને 7 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યાં હતા અને તેમની પાસેથી કુલ 11,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

ચિતલાવમાં 14 જુગારી ઝબ્બે 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ડાકોર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ચિતલાવ ગામમાં ખેતરમાં રહેતા રઘુવિરસિંહ ગોવિંદસિંહ પરમાર બોરકૂવા પાસે અડારાની બહાર કેટલાંક જુગાર રમે છે. આ માહિતી આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરતા જુગાર રમતા 9 ઈસમો પકડયા હતા. જેમની પાસેથી 40,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો પ્રભાતિસંહના ખેતરમાંથી પણ જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડીને પોલીસે 30,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, પોલીસે એક ગામમાં બે અલગ-અલગ જગ્યાએ રેઈડ કરીને કુલ 14 જુગારિયા પાસેથી કુલ 71,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...