ચિંતા:ખેડા જિલ્લામાં પ્રસુતિ સમયે 21 માતા મોતને ભેટી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
9 તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી કરાઈ હતી. - Divya Bhaskar
9 તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી કરાઈ હતી.
  • સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઊજવણી વચ્ચે સૌથી વધુ મૃત્યુ નડિયાદ તાલુકામાં નોંધાયા

ખેડા જિલ્લામાં કોરોના કાળમાં ડિલિવરી દરમિયાન માત મરણની ઘટનાઓ ઓછી છે. વર્ષ 2020-21માં જિલ્લામાં કુલ 21 માતાના મરણ થયા હોવાનુ સરકારી ચોપડે નોંધાયુ છે. સરકાર એકતરફ જ્યાં સગર્ભા માતાની પુરતી તકેદારી રાખવામાં આવતી હોવાના દાવા કરી છે, ત્યાં જિલ્લામાં ડિલિવરી દરમિયાન માતાના મરણનો આંક ચોંકાવનારો કહી શકાય તેમ છે. દર મહિનાની 9 તારીખે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી થાય છે. જે અંતર્ગત 9 ઑગસ્ટે તેની ઉજવણી દરમિયાન પ્રશાસન દ્વારા આ આંક જાહેર કરાયો છે.

ટુંડેલ ખાતે સગર્ભા બહેનોની આરોગ્ય તપાસણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આશા વર્કરને ગર્ભવતી મહિલાઓને નિયમિત તબીબી ચકાસણી થાય તે માટે કામ સોંપાયુ છે. સમયાંતરે ગર્ભવતી મહિલાના લોહીના પ્રમાણની પણ તપાસ થાય છે. સગર્ભા મહિલાઓ પણ સજાગ રહી સમાયાંતરે ચકાસણી કરાવે તેવી અપીલ પણ આરોગ્ય વિભાગે કરી છે.

આ પ્રયત્નોના કારણે ડિલિવરી દરમિયાન માતાના મૃત્યુનું પ્રમાણ હજુ ઓછુ છે. પરંતુ કોરોના કાળમાં 21 માતાના મૃત્યુ થયા હોવાની બાબત ચિંતાજનક છે. જિલ્લામાં 2020-21ના ડિલિવરી દરમિયાન માતાના મૃત્યુના તાલુકાવાર આંકડા જોઈએ તો કઠલાલ 1, કપડવંજ 4, ખેડા 1, ઠાસરા 2, નડિયાદ 6, મહેમદાવાદ 4, માતર 1, વસોમાં 2 માતાના મૃત્યુ થયા છે. ગળતેશ્વર અને મહુધામાં આ પ્રકારની ઘટના બની નથી.

અન્ય સમાચારો પણ છે...