તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રવિસભા સાથે શાકોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 1500થી વધુ હરિભક્તોએ સત્સંગ અને શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો હતો. આ રવિસભાના યજમાન પદે પોરડાના કિર્તનભાઇ જનકભાઇ પટેલ તથા તેમના પરિવારજનોએ સંતપૂજન તથા પોથીપૂજન કર્યું હતું.
આ પ્રસંગે આસી. કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ વક્તાપદે જણાવ્યું હતું કે, યુગ પરિવર્તનની સાથે સાથે માણસના આચાર વિચાર પણ બદલાયા સાથે પહેલા ઘરમાં જમવાનું અને બહાર વિસર્ગક્રિયા કરવા જતા હતા. જ્યારે હવે માણસ બહાર જમવા જાય છે અને વિસર્ગક્રિયા ઘરમાં કરે છે. જેટલા માણસ એટલા વિચારો એટલે તો કહેવત છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના. જેટલા પ્રકારના માણસ એટલી વિચાર ધારા એટલે જે વસ્તુ જેવી છે. તેનો સ્વીકાર કરવો પડે કાળક્રમે વસ્તુ લુપ્ત થાય છે, જે વસ્તુ આજે હતી તે કાલે રહેવાની નથી. જેથી ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ.
આ રવિસભામાં બુધેજના નારાયણચરણદાસજીની આગેવાની હેઠળ 200 બાળકો બુધેજથી પગપાળા વડતાલ આવ્યા હતા. જેમાં રવિસભામાં 60થી વધુ બાળકોને કંઠી પહેરાવી વર્તમાન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રી નારાયણચરણદાસજી, માધવસ્વામી તથા પૂજ્ય બ્ર્હ્મસ્વરૂપ સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતા. સભામાં સંતબાલસ્વામી, સત્યસ્વરૂપસ્વામી, હરીચરણ સ્વામી, શ્રીવલ્લભસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.
રવિસભા સૂવર્ણ જયંતી રૂપે ભવ્ય રીતે ભજવાશે
આગામી 50મી રવિસભા સૂવર્ણ જયંતી રૂપે ભવ્ય રીતે ભજવવાનું આયોજન કરાયું છે. તેની આમંત્રણ પત્રિકાનું વિમોચન સંતો તથા આમંત્રીત મહેમાનો જનકભાઇ પટેલ, ગોવિંદભાઇ ઠક્કર, મહેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાયું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.