તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 20 કરોડના કામોનું આયોજન કરાયું

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 ટકા ગ્રામ પંચાયત, 20 ટકા તાલુકા પંચાયત અને 10 ટકા કામો જિલ્લા પંચાયત દ્વારા આયોજન કર્યા

ખેડા જિલ્લા પંચાયતની આજેમળેલી ખાસ સામાન્ય સભામાં રૂ.20 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા 15 માં નાણાપંચ અંતર્ગત જિલ્લાના વિકાસ માટે રૂ.180 કરોડનું બજેટ ફળવાયું છે. જે પૈકી જિલ્લા પંચાયત ને રૂ.20 કરોડના કામોનું આયોજન કરવાનું થાય. આ આયોજન મંજૂર કરવા માટે આજરોજ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષે એક સંપ થઈ વિકાસના કામોનું આયોજન કર્યું હતું.

આ તબક્કે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતુ કે સરકાર દ્વારા ફાળવેલ બજેટથી જિ. પંચા. હસ્તકની 520 ગ્રામ પંચાયતને વિકાસના કામોનો સામુહિક લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાત એવા રસ્તા, ગટર, પા.શાળાના ઓરડા, આંગણવાડીના મકાન ના કામો આયોજનમાં આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે આગામી સમયમાં ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ જોવા મળશે. 5 લાખથી નીચેના કામો અંગે વિરોધ પક્ષના નેતા બાબુભાઇએ પ્રમુખને આ બાબતે સ્પષ્ટતા પૂછી હતી.

ત્યારે પ્રમુખે જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ કામો આયોજનમાં લેવાશે. કોંગ્રેસે દાદાના મુવાડામાં 600 વિધા જમીન અમદાવાદના ભુમાફીયા દ્વારા ઓફલાઇન દસ્તાવેજથી ખરીદી કરી લેવાઈ હોવાના આક્ષેપો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...