તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં કોરોનાના 20 કેસ ,કુલ આંક 10 હજારને પાર

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે વધુ 974 કોરોનાના ટેસ્ટીંગ કરાયા

ખેડા જિલ્લામાં કોરોનાના આજે વધુ 20 દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીનો કુલ આંક 10,271 સુધી પહોંચ્યો છે. ખેડા જિલ્લામાં હાલ 261 કોરોના દર્દી દાખલ છે. જે પૈકી 149 સ્ટેબલ, 91 ઓક્સિજન પર અને 21 વેન્ટીલેટર પર છે. જિલ્લામાં ઓક્સિજન પરના દર્દીની સંખ્યા ઘટતા ઓક્સિજનની જરૂરીયાત ઓછી થઈ છે.

બીજી તરફ આજે નડિયાદ સિવિલમાં માત્ર 26 દર્દી દાખલ છે. જે પૈકી 4 વેન્ટીલેટર, 15 ઓક્સિજન અને 7 સ્ટેબલ છે. જ્યારે એન. ડી. દેસાઈ હોસ્પિટલમાં 43 દર્દી દાખલ છે, જે પૈકી 10 વેન્ટીલેટર પર, 31 ઓક્સિજન અને 2 સ્ટેબલ છે. જિલ્લામાં આજે વધુ 974 કોરોના ટેસ્ટીંગ કરાયા છે. તેમજ આ 974 સેમ્પલના રીપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં હાલ નાની વયના બાળકો અને યુવાનોના પણ ટેસ્ટીંગ ચાલી રહ્યા છે.

જિલ્લામાં 18થી 44 વર્ષ માટે 25 સેશન યોજાયા
આજે જિલ્લામાં 25 સેશન 18થી 44 વર્ષના લોકો માટે યોજાયા હતા. જેમાં 4342ને રસી આપવામાં આવી છે. જ્યારે 45 વર્ષથી વધુ વયના 1177ને પ્રથમ ડોઝ અને 445ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્રન્ટ લાઈન વર્કરમાં 10ને બીજો અને 2ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે જિલ્લામાં 6000થી વધારે લોકોનું રસીકરણ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...