ધરપકડ:દાસલવાડા પાસે પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જતાં 2 ઝબ્બે, કુલ 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આતરસુંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આતરસુંબા તાબે દાસલવાડા પાટિયા પાસે ડાલુમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતાં બે ઈસમો પોલીસે ઝડપી પાડ્યાં હતા. આતરસુંબા પોલીસ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન કપડવંજ-નડિયાદ હાઈ-વે દાસલવાડા પાટિયા આગળ એક પીકઅપ બોલેરો ગાડીચાલક કંઈક ભરીને આવતો જોવા મળ્યો હતો. જેની પર શક જતાં પોલીસે ડ્રાઈવરને નીચે ઉતારીને પૂછપરછ કરી હતી.

જેમાં ઈસમોએ પોતાના નામ આનિસ અબ્દુલ રહેમાન સિદ્ધિ અને મહમ્મદ ફૈઝાન સકીલમીયા કુરેશી હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે ડાલુની તપાસ કરતાં અંદરથી 3 ભેંસો અને 2 પાડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. આ પશુઓ અંગે પૂછતાં ડ્રાઈવરે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી 3 ભેંસની કિંમત 45 હજાર અને 2 પાડાની કિંમત 10 હજાર ગણીને પોલીસે ડાલુ સહિત કુલ 3.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઉપરોક્ત બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...