તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:રવદાવતમાં 2 દુકાનો તૂટી : દોઢ લાખની ચોરી, હલધરવાસ ચોકડી પરના કોમ્પ્લેક્સમાં તસ્કરોએ દુકાનનું શટર ઉંચુ કરી હાથફેરો કર્યો

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કઠલાલના રવદાવત ગામની હલધરવાસ ચોકડી પર આવેલા કોમ્પ્લેક્સમાં કપડાંની બે દુકાનના તાળાં તોડી તેમાંથી નિશાચરોએ હાથફેરો કરી દોઢેક લાખના રેડીમેઇડ કપડાની ચોરી કરી અંધારામાં પલાયન થઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે. કઠલાલના રતનપુર ગામે દીપકનગરમાં રહેતાં મહિપાલસિંહ ઘનશ્યામસિંહ ડાભીની રેડીમેઇડ કપડાંની મે.શીવાંશી ફેશન સિલેક્શન નામની દુકાન રવદાવત ગામની હલધરવાસ ચોકડી પરના ક્રિસ્ટલ આર્કેડમાં આવેલી છે.

દુકાનમાલીક મહિપાલસિંહ ડાભી તથા દુકાનના માણસ જિજ્ઞેશભાઇ ઉર્ફે જીતુભાઇ જયંતીભાઇ ડાભી ગત તા.4/2 ના સાંજે નિત્યક્રમ મુજબ દુકાનને બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ ગત તા.5/2 ના સવારે બન્ને જણા દુકાને જતાં તેનું શટર ઉંચુ કરેલું જોઇ ચેક કરતાં દુકાનમાંથી તસ્કરો તૈયાર પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, સાડીઓ મળી કુલ રૂ.1,60,000ના મુદ્દામાલની ચોરી થયાનું માલુમ પડ્યું હતુ.

આ અંગે દુકાનમાલીક મહિપાલસિંહ ડાભીએ અજાણ્યા શખસો વિરૂધ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ જ કોમ્પ્લેક્સમાં આવેલી જગદીશકુમાર ચૌહાણની માલીકીની મે.વીરૂ ફેશન પોઇન્ટ નામની દુકાન નં.103માંથી પણ તૈયાર કપડાંની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા શખસોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો