ફાયર સેફ્ટી:નડિયાદની 2 ખાનગી હોસ્પિટલને ફાયર NOC માટે નોટીસ ફટકારી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિ.એ ફાયર સેફ્ટીનું કામ શરૂ કરતા ફાયર વિભાગની ટીમ પાછી વળી હતી

ફાયર સેફ્ટી અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યા બાદ તમામ શહેરોના ફાયર વિભાગ એક્ટિવ મોડમાં આવી ગયા છે. ત્યારે નડિયાદ શહેરમાં આવેલી 2 ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય નગરપાલિકા દ્વારા તેમને નોટીસો ફટકારવામાં આવી હતી. આ સંદર્ભે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ શહેરના લખાવાડ ખાતે આવેલી ઉર્વીશ હોસ્પિટલ અને ઓપન એર થિયેટરના ખાંચામાં આવેલી નવજ્યોત હોસ્પિટલમાં કાર્યવાહી કરવા પહોંચી હતી.

નળ અને અન્ય કનેક્શનો કાપવા પહોંચેલી ટીમને જોઈને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત ફાયર વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં જ ફાયર સેફ્ટીની કામગીરી હાથ ધરી હતી. પરીણામે ફાયર વિભાગે કાર્યવાહી કરવાનું માંડી વાળ્યુ હતુ અને પરત ફરી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ નડિયાદની તમામ હોસ્પિટલો ફાયર સેફ્ટીથી સજ્જ છે. નડિયાદ શહેરમાં આગની કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગ અગમચેતી દાખવી કાર્ય કરી રહ્યું હોવાનું દેખાઈ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...