તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જુલાઇના પ્રથમ 4 દિવસમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમગ્ર ખેડા જિલ્લામાં હવે માત્ર 8 દર્દી દાખલ રહ્યા

ખેડા જિલ્લામાં કોરોના ભૂતકાળ થઇ રહ્યો છે. જેના પરિણામે જુલાઇ માસના 4 દિવસમાં માત્ર બે કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. મહિનાની શરૂઆત 0 કેસથી થઇ હતી. પરંતુ તા.2 અને 3 ના રોજ 1-1 કેસ નોધાયો. જે બાદ આજે ફરી થી કોરોના નો 0 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા હરરોજ 500 થી વધુ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવાઇ રહ્યા છે.

પરંતુ સારી બાબત છેકે એકાદ બે દિવસ એક કેસને બાદ કરતા તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. એક તરફ ઘટતાં કેસો તો બીજી તરફ જે લોકો કોરોનામાં ઝડપાયા હતા, તે લોકો પણ હવે સાજા થઇ ઘેર જઇ રહ્યા હોઇ સમગ્ર જિલ્લામાં આજે માત્ર 8 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. દોઢ મહિના અગાઉ હોસ્પિટલોમાં બેડ નતા મળી રહ્યા.

જેનાથી વિરુધ્ધ જુલાઇ માસના પ્રારંભે માત્ર 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી પણ ચાર દિવસમાં 4 દર્દીઓને રજા મળી છે, અને હવે માત્ર 8 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના કેસ 11 હજારની નજીક મે માસમાં પહોંચી ગયા હતા. જો કે જૂન માસમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટવા લાગ્યું હતું.

જયારે જુલાઇની શરૂઆતમાં કોરોના સંક્રમણ સમાપ્તી તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં એક પણ કોરોના કેસ નોંધાઇ નથી. જયારે કોરોના માત આપનાર દર્દીઓની સંખ્યા વધારો થયો છે. રીકવરી રેડ 99 ટકા પહોંચી ગયો છે .જેના કારણે હાલમાં હોસ્પિટલમાં માત્ર 12 દર્દીઓ સારવાર હેઠળ છે.

ત્યારે આગામી દિવસો કોરોના સંક્રમણના વધે તે માટે હુજ ખેડા જિલ્લાની જનતા તકેદારી રાખવી પડશે નહીં તો કોરનાની ત્રીજી વધુ ખાતક સ્વરૂપ ધારણ કરશે.તેવી દહેશત નિષ્ણાંત ડોકટરો દ્વારા વ્યકત કરવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં જનજીવન પાટ્ટા પર લાવવું હશે તો હજુ આગામી ચાર માસ સુધી તકેદારી રાખનીને કોવિડના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. તેમજ શહેરના બજારમાં સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...