તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:જિલ્લામાં 2 માર્ગ અકસ્માતમાં 6 વર્ષિય બાળક સહીત 2ના મોત

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કપડવંજ અને ચકલાસી ટાઉન મથકે ફરિયાદ નોંધાઇ

ખેડા જિલ્લામાં 2 માર્ગ અકસ્માતમાં 2ના મોત થયા છે. અકસ્માતની પ્રથમ ઘટના માંઘરોલી લક્ષ્મીપુરા બાહજી મંદિર પાસે બની છે, જેમાં 6 વર્ષિય બાળકનું મૃત્યુ થયુ છે. જ્યારે બીજી ઘટનામાં કપડવંજ-નડિયાદ રોડ પર અજાણ્યા વાહનના ટક્કરે એક ઈસમનું મોત થયુ છે. પ્રથમ ઘટનામાં વડથલના મોટી ભાગોળ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ તળપદા ટ્રેક્ટરમાં લાકડા લેવા જતા હતા, આ દરમિયાન વિપુલનો 6 વર્ષિય ભત્રીજો આર્યન પણ ટ્રેક્ટરમાં તેની પાસે ગયો હતો. જ્યાં માંઘરોલીમાં લક્ષ્મીપુરા બાહજી મંદિર પાસે બમ્પ આવતા આર્યન ટ્રેક્ટર આગળ બેઠો હોય, ત્યાંથી નીચે પટકાયો હતો.

જ્યાં આર્યન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને અલિન્દ્રા હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જેની ફરિયાદ ચકલાસી મથકે નોંધાઈ છે. અકસ્માતની બીજી ઘટનામાં કરીમભાઈ વ્હોરા બાઈક લઈ કઠલાલથી કપડવંજ આવતા સમયે મહંમદપુરા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા રોડ પર પટકાયા હતા. જ્યાં તેમને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યુ હતુ. આ અંગે કપડવંજ ટાઉન મથકે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...