કાર્ય વાહી:ખેડા હાઇવે અને આગરવામાંથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 2 ઝબ્બે

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પાસેથી મળીને 98 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો

ખેડા પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા, દરમિયાન અમદાવાદથી ખેડા તરફ ચાઈનીઝ દોરીનો જથ્થો આવતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ નેશનલ હાઈવે નં. 8 પર ભગુપુરા પામગ્રીન નજીક વૉચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન બાતમીવાળી સી.એન.જી. આવતા પોલીસે ઉભી રાખી હતી. સી.એન.જી. નં. જીજે 27, ટી.એ. 4573માં પાછળની સીટ પરથી પાંચ પુઠાના બોક્ષ મળી આવ્યા હતા. જેની તપાસ કરતા ચાઈનીઝ દોરીની રીલો ભરેલી હતી. રીક્ષાચાલકનું નામ પૂછતા કુરકાનઅલી શોકતઅલી શેખ હોવાનું જણાવ્યુ હતુ.

રીક્ષામાં પેસેન્જર સીટ પરથી મળેલા 5 બોક્ષમાંથી ચાઈનીઝ દોરીની 300 રીલ મળી હતી. જેનો 300 રૂપિયા લેખે ભાવ ગણતા 90,000 રૂપિયાનો મુદ્દામાલ હતો. આ ઉપરાંત રીક્ષા અને મોબાઈલ મળી પોલીસે કુલ 1.75 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. બીજીતરફ ડાકોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઠાસરાના આગરવા ગામેથી ચાઈનીઝ દોરીની 28 રીલ જેની 8400 રૂપિયા ગણી આરોપી ગોરધનભાઈ તળપદા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...