અકસ્માત:નડિયાદ અને મહેમદાવાદમાં થયેલા અકસ્માતમાં 2ને ઇજા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંગળપુરામાં બે મોટર સાયકલ અથડાઇ
  • આમસરણ​​​​​​​ પાસે બસે ટ્રેક્ટરને ટક્કર મારી

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પ્રતાપપૂરામાં રહેતા કિશનકુમાર ચૌહાણ મંગળવારના રોજ સાસરીમાં જવા નીકળ્યા હતા. પણસોરા ચોકડી થી કિશનકુમારને તેના સાળા મોટર સાયકલ લઇને લેવા આવ્યા હતા ત્યાથી બંને મોટરસાયકલ ઉપર જઇ રહ્યા હતા તે સમયે મંગળપુરા પાલડી નજીક એક મોટર સાયકલના ચાલકે પુરઝડપે હંકારી મોટર સાયકલને અડફેટ મારતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

જ્યારે મહેમદાવાદના ઇન્દિરાનગરીમાં રહેતા અજયભાઇ પીકઅપ ડાલામાં ડુંગળી ભરી આમસરણ પાસે લારીએ ઉભા રહ્યા હતા તે સમયે એક ટ્રેક્ટર ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામ તરફ વળી જતા સામેથી આવતી એક બસના ચાલકે અડફેટે મારતા ટ્રેક્ટર પીકઅપડાલામાં અથડાતા પલટી ખાઇ ગયુ હતુ,તેમજ સાઈડમાં ઉભેલી લારીઓને નુકસાન થયું હતું.સદનસીબે કોઇ વ્યક્તિને ઇજા પહોંચી ન હતી પરંતુ ટ્રેક્ટર અને ટ્રોલીને નુકસાન પહોંચ્યું હતું.જ્યારે ચકલાસી અને મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...