તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ખેડા જિલ્લામાં કપડવંજમાં 2, ગળતેશ્વરમાં એક ઇંચ વરસાદ

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સીઝનનો સૌથી વધુ મહેમદાવાદ, સૌથી ઓછો ગળતેશ્વરમાં

ખેડા જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન કપડવંજ અને ગળતેશ્વર પંથકને બાદ કરતા અન્ય કોઇ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. કપડવંજ પંથકમાં સોમવારે સવારે 2 ઇંચ જ્યારે ગળતેશ્વરમાં સમી સાંજે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ જિલ્લાના અન્ય 08 તાલુકામાં વરસાદ વરસ્યો નથી જે ચિંતાનો વિષય છે. ખેડૂતો અને નગરજનો વરસાદ પડે તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. જિલ્લામાં નોંધાયેલા વરસાદની ટકાવારી મુજબ વાત કરવામાં આવે તો અત્યાર સુધી જિલ્લામાં માત્ર 45 ટકા જ વરસાદ વરસ્યો છે.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહેમદાવાદ પંથકમાં 67 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો ગળતેશ્વર પંથકમાં 14 ટકા નોંધાયો છે. કપડવંજ માં 50, કઠલાલમાં 36, ખેડા 60, મહુધા 42, માતર 57, નડિયાદ 61, ઠાસરા 15 અને વસોમાં 48 ટકા વરસાદ નોંધાયો છે. વિતેલા 3 દિવસમાં માત્ર કપડવંજ ને બાદ કરતાં અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા સિવાય નોંધપાત્ર વરસાદ જોવા મ‌ળ્યો ન હતો. પરંતુ આજે સાંજના સમયે 6 વાગ્યા બાદ ગળતેશ્વર અને સેવાલિયા માં શરૂ થયેલ વરસાદ 23 એમ.એમ. એટલે કે 1 ઇંચ જેટલો નોંધાયો હતો.

સમગ્ર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ગળતેશ્વરમાં છે, ત્યારે મોડા મોડા પણ મેઘરાજા મન મૂકીને વરસે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. દરમિયાન કપડવંજમાં સોમવારે રાત્રે 8 વાગ્યા પછી વધુ 12મીમી વરસાદ નોંધાતા 24 કલાકમાં જ લગભગ પોણા ત્રણ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...