ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:નડિયાદના વડતાલ તાબેના કિશોરપુરામાં બે કારમાંથી 1.98 લાખના ઈંગ્લિશ દારૂ કબ્જે કરાયો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપલો કરતો બુટલેગર સહિત રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈ આવેલા અને સપ્લાય કરનાર મળી કુલ 5 સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
  • 5 પૈકી 3 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા અન્ય ઈસમો ફરાર

ખેડા જિલ્લામાં દારૂના વેપલા પર પોલીસની તવાઈ થઈ રહી છે. છતાં પણ દરરોજ લાખો રૂપિયાના દારૂની હેરાફેરી બુટલેગરો કરી રહ્યા છે. ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બુટલેગરના ઘર પાસેથી દારૂ કટીંગ કરતાં છાપો મારતાં ત્રણ વ્યક્તિઓ 1.98 લાખના દારૂ સાથે ઝડપી લેવાયા છે. પોલીસે આ બનાવમાં બે કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 9 લાખ 2 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ફરાર થયેલા તથા સપ્લાય કરનાર ઈસમોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

ચકલાસી પોલીસ સ્ટેશનની હદ ધરાવતાં વડતાલ તાબેના કિશોરપુરામાં સ્કૂલની બાજુમાં રહેતો અને દારૂનો વેપલો કરતો ભુપેન્દ્ર ઉર્ફે ભોપો ઇશ્વર પરમાર પોતાના રહેણાંક મકાનની પાછળ દારૂનો જથ્થો મંગાવી ચોરી છુપેથી વેપલો કરતો હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ નડિયાદને મળી હતી. આથી પોલીસે ગતરોજ રાત્રે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. દરમિયાન ત્યાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે બનાવ સ્થળેથી ભુપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વર પરમાર, ઘનશ્યામ ઉર્ફે ભલા રાજુ પરમાર અને સુરેશ ઉર્ફે જાડીયો બદ્રીનાથ શર્માને ઝડપી લેવાયા છે. જ્યારે આ દારૂનો જથ્થો રાજસ્થાનના બુટલેગરે ભવરલાલ બિશનોઈ ઉર્ફે મુન્સી ઉર્ફે સૌરભે ભરી આપ્યો હતો અને કમલેશ ઉર્ફે માન્જુ બીસનોઈ ઉર્ફે અમર ચૌધરી (રહે. રાજસ્થાન) કાર લઈને અહીંયા ડીલીવરી કરવા આવ્યો હતો અને કમલેશ ઉર્ફે માન્જુ પોલીસને જોઈ નાસી ગયો ગયો હતો.

અહીંયાથી એક નંબર વગરની કાર સહિત અન્ય એક કારમાંથી અલગ અલગ માર્કાની 968 બોટલો મળી કુલ રૂપિયા 1 લાખ 98 હજારનો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા તથા બે કાર મળી કુલ રૂપિયા 9 લાખ 2 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમ પોલીસે આ બનાવમાં કુલ 5 વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...