તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સ્ક્રેપ પોલિસી:જિલ્લામાં 15 વર્ષથી જૂના 19% વાહનો ભંગારમાં ફેરવાશે!

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 24,368 પૈકી સૌથી વધુ 13,196 મોટર સાઇકલ, લક્ઝરી બસો સંખ્યાની રીતે માત્ર 79 પણ ટકાવારીમાં સર્વાધિક

સરકાર દ્વારા 15 વર્ષ જૂના વાહનો માટે નવા નિયમો અમલી થવા જઈ રહ્યા છે. ત્યારે જે વાહન ચાલકો પાસે 15 વર્ષ થી જુના વાહનો છે તેમની ચિંતા વધી છે. ખેડા જિલ્લામાં કુલ વાહનો પૈકી 19 ટકા વાહનો એવા છે જેનું આયુષ્ય 15 વર્ષ કે તેનાથી વધુ છે. ત્યારે આવા વાહન ધારકોએ શું કરવું તેને લઈ મૂંઝવણમાં વધારો થયો છે. 3

જુના વાહનોની સંખ્યા પર નજર કરીએ તો, જુના વાહનોમાં સૌથી વધુ સંખ્યા મોટર સાયકલની છે. જિલ્લા આર.ટી.ઓ વિભાગમાંથી મળતા આંકડા મુજબ 24,368 વાહનો 15 વર્ષીથી વધુ જુના છે. જે પૈકી સૌથી વધુ મોટર સાયકલ 13,196 અને ખાનગી ઓછી સંખ્યા ખાનગી લક્ઝરી બસની 79 જેટલી છે.

જિલ્લામાં 2021 સુધી નોંધાયેલા કુલ વાહનોની સંખ્યા પર નજર કરીયે તો 1991 થી 2021 સુધી 1,24,533 વાહનો આર.ટી.ઓના ચોપડે નોંધાયેલા છે. જેમાંથી 24,368 એટલેકે 19 ટકા વાહનો 15 વર્ષ કરતા વધારે જુના છે.

નોન-કોમર્શિયલ વાહનોએ ફિટનેસ સર્ટી મેળવવા પડશે
જિલ્લામાં જે વાહનોનો કોમર્શિયલ ઉપયોગ થાય છે, તે દર બે વર્ષે ફિટનેસ સર્ટી મેળવતા હોય છે. જેથી આવા કોમર્શિયલ વાહનો માટે નિયમ ચિંતાજનક નથી. પરંતુ જે વાહનો નોન-કોમર્શિયલ છે, તેઓએ પોતાના વાહનના ફિટનેસ સર્ટી રજુ કરવા પડશે. જોકે સરકાર દ્વારા હજુ આ બાબતે કોઇ પરિપત્ર મોકલ્યો નથી. > એ.એમ.ખાપડ, આર.ટી.ઓ.

મધ્યમવર્ગીય વાહન ચાલકોની હાલત કફોડી બનશે
સમાજમાં એક વર્ગ એવો પણ છે, જેને નવા વાહનો ખરીદવા પોસાય તેમ નથી. આવા લોકો જૂના વાહનો ખરીદીને પોતાના શોખ કે પરિવારની જરૂરિયાત પૂરી કરતા હોય છે. જો સરકાર 15 વર્ષ કે તેથી જુના વાહનોને સ્ક્રેપ કરવાનો નિયમ કરશે તો આવા વર્ગની હાલત કફોડી બની શકે છે.

જૂના વાહનોની કિંમતોમાં ધરખમ ઘટાડો
સરકાર નવો નિયમ લાગુ કરશે તો 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં જશે તેવી ચર્ચાને પગલે બજારમાં જૂના વાહનોની કિમતોમાં ધરખમ ઘટાડો થયો છે. ખાસ કરીને એવા વાહનો જેનું આયુષ્ય 15 વર્ષથી નજીક છે, તેવા વાહનોની બજારમાં ખાસ કિંમત ઉપજી રહી નથી.

12.28% લકઝરી બસ 15 વર્ષથી જૂની

વાહન-પ્રકાર1991-20062021 સુધીટકા
ટ્રેક્ટર182320,2928.98
બસ7964312.28
ટ્રક174813,79412
મોટર સાયકલ131963,22,7594
કાર685260,64511
થ્રી વ્હિલર26422,9001.15
ટ્રેક્ટર-ટ્રોલી4066,2646
કુલ24,3681,24,53319
અન્ય સમાચારો પણ છે...