તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:આણંદમાં 60 દિવસ બાદ એક જ દિવસમાં 18 કેસ, ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે 14 પોઝિટીવ કેસ

નડિયાદ, આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચરોતર પંથકમાં ધનતેરસના દિવસથી લોકો દિવાળીની રજા ઉજવણીમાં મગ્ન બની ગયાં છે.પરંતુ છેલ્લા આઠ મહિનાથી આરોગ્ય વિભાગને પરેશાન કરતાં કોરોનાની મહામારીઅે પંથકમાં પુુનઃ માથું ઉંચક્યું છે. બજારોમાં ભીડ અને બેદરકારીના કારણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યાં છે. આમ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. આમ અત્યાર સુધી ચરોતર પંથકમાં કોરોનાનો કુલ આંક 3303 પર પહોચ્યો છે.

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગના અનુસાર,નડિયાદ પ્રાઇમ રેસીડન્સીમાં રહેતા 35 વર્ષના યુવક, વલ્લભનગરમાં રહેતા 38 વર્ષની યુવતી, શિવપાથ સોસાયટીમાં રહેતા 55 વર્ષના આધેડ, વૃંદાવન સોસાયટીમાં રહેતા 51 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત પીજ ગામના રહેતાં 47 વર્ષની મહિલા, ઠાસરામાં રહેતાં 38 વર્ષના યુવક, કપડવંજના સુંઢામાં રહેતા 26 વર્ષના યુવક, કઠલાલના ડબગર નગરમાં રહેતા 50 વર્ષની મહિલા, પોરડામાં રહેતા 64 વર્ષના વૃદ્ધ, મહિસામાં રહેતા 88 વર્ષની વૃદ્ધ, ખંભાલીમાં રહેતા 23 વર્ષના યુવક, મહુધાના કપરૂપુરમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ, ખેડાના નવાગામમાં રહેતા 64 વર્ષના વૃદ્ધા, માતરના વસતાણામાં રહેતા 45 વર્ષના પુરૂષ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં શુક્રવારે વધુ આણંદ ના બકારોલ ગામમાં રહેતાં 53 વર્ષની મહિલા અને 29 વર્ષના યુવક, લાંભવેલ રોડ પાસે રહેતાં 55 વર્ષના આધેડ, તેમજ સર્વમંગલ પાર્ક સોસાયટીમાં રહેતાં 75 વર્ષના વૃદ્વા , ઇમેન્યુઅલ સોસાયટીમાં રહેતાં 30 વર્ષના યુવકને, બોરસદના 63 વર્ષના વૃદ્વા, તેમજ 66 વર્ષના વૃદ્વ, ઉપરાંત 63 વર્ષના વૃદ્વ , તેમજ વાસણા ગામે રહેતાં 76 વર્ષના વૃદ્વ , ભાદરણ ગામે રહેતાં 25 વર્ષના યુવક, તેમજ પેટલાદના રતનસાગર સોસાયટીમાં રહેતાં 42 વર્ષની મહિલા, વૈભવ કોમ્પલેક્ષમાં રહેતાં 46 વર્ષની મહિલા, નગર કુવામાં રહેતાં 42 વર્ષના પુરુષ, તમેજ ભુરાકુઈમાં રહેતાં 44 વર્ષની મહિલા, ઉપરાંત સુણાવ ગામે રહેતાં 80 વર્ષની વૃદ્વા ઉપરાંત ઉમેરઠના સીલીગામે રહેતાં 45 વર્ષના પુરુષને, ઓડ ગામે રહેતાં રાવલજીની ખડકીમાં રહેતાં 47 વર્ષના પરુષ તેમજ ખંભાત તાલુકાના ભુવેલ ગામમાં રહેતાં 39 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો