તંત્ર સજ્જ:તહેવારો નિમિતે 108 ઈમરજન્સી સેવાની 18 એમ્બ્યુલન્સ તૈનાત રખાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીથી લાભ પાંચમ સુધી 108ની કામગીરી વધશે ગયા વર્ષે તહેવારોમાં સરેરાશ 90થી વધુ કૉલ આવે છે

ખેડા જિલ્લામાં દિવાળીના તહેવારો નિમિત્તે નાગરીકોની સેવામાં 18 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. આ એમ્બ્યુલન્સોમાં 75થી વધુ કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજ પર તૈનાત રહશે. પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારોમાં મેડીકલને સબંધિત ઇમર્જન્સીને પહોંચી વળવા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમો ફાળવી દેવાઈ છે. ગયા વર્ષે કોરોનાના કારણે ઉજવણી બંધ રહ્યા બાદ આ વર્ષે દિવાળીના પર્વોની હર્ષોલ્લાસથી ઉજવણી માટે લોકો થનગની રહ્યા છે.

108 ઇમર્જન્સીના જિલ્લા અધિકારી સંદીપભાઈ ગઢવીના જણાવ્યા મુજબ તહેવારો નિમિત્તે ઇમર્જન્સીને ઝડપ પ્રાધાન્ય આપી શકાય, તે માટે 108 એમ્બ્યુલન્સની ટીમો સંપૂર્ણ રીતે સજ્જ છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ, ચોથ અને લાભ પાંચમના દિવસ સુધી અકસ્માત કે આકસ્મિક બનાવો વધતા હોય છે, તેની સામે 108ની સેવાઓ કાર્યકત હોય તે જરૂરી હોય છે. ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં 18 એમ્બ્યુલન્સમાં 75 જેટલા 108ના કર્મીઓ નોકરી પર હાજર રહીને તહેવારોની ઉજવણી કરશે.

નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશે. 108ના અધિકારીના જણાવ્યા મુજબ ગયા વર્ષે દિવાળીથી લાભ પાંચમ સુધીના દિવસોમાં સરેરાશ દૈનિક 90 કરતા વધુ કોલ આવતા હતા. ત્યારે આ વર્ષે તો ખુલીને તહેવારો ઉજવવાની છૂટ અપાઈ છે. જેના પગલે કોલ વધે તેવી શક્યતાઓ જોતા 108ની ટીમને સંપૂર્ણ રીતે સુસજ્જ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...