સંગ્રામ પંચાયત:નડિયાદ તાલુકાની 49 ગ્રામ પંચાયતો માટે 1.74 લાખ મતદારો કરશે મતદાન

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાલુકામાં 90 હજાર પુરુષ અને 84 હજાર સ્ત્રી મતદાર, 488 વોર્ડ સભ્યોની ચૂંટણી

ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે. આગામી તા.19 ડિસેમ્બર ના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ તાલુકાની 49 ગ્રામ પંચાયતોમાં સરપંચ ઉપરાંત 488 વોર્ડ સભ્યો માટે ચૂંટણી યોજાશે. જે માટે તંત્ર દ્વારા 205 મતદાન મથકો પર 750 મતપેટીઓ ની વ્યવસ્થા કરવામાં આવશે. આ કામગીરી માટે 11 ચૂંટણી અધિકારી અને 11 મદદનીશ ચૂંટણી અધિકારી ફાળવવામાં આવ્યા છે. મહત્વની વાત છેકે 49 ગ્રામ પંચાયત માટે 90,534 પૂરૂષ મતદારો અને 83,894 સ્ત્રી મતદાર અન્ય 4 મળી કુલ 1,74,432 મતદારો મતદાન કરનાર છે.

નડિયાદ તાલુકાની પંચાયતો માટેનું નવું રોટેશન
અનુસૂચિત જાતિ મહિલા અનામત - (1 ગામ) નરસંડા, અનુસુચિત જાતિ સામાન્ય અનામત - (1 ગામ) ઇલીન્દ્રા, અનુસૂચિત આદિજાતિ સામાન્ય અનામત - (1 ગામ) યોગીનગર, સામાજિક શૈક્ષણિક પછાત મહિલા અનામત - (3 ગામ) અંધારી આંબલી, ફતેપુર, હાથજ, સામાજિક શૈક્ષણિક પછાત સામાન્ય અનામત - (2 ગામ) કમળા, હાથનોલી, , બિન અનામત મહિલા - (20 ગામ) - આખડોલ, આલજડા, અંધજ, અરેરા, ભુમેલ, બિલોદરા, ચલાલી, દવાપુરા-એ.પુરા, દેગામ, જાવોલ, કંજોડા, કેરીયાવી, મહોળેલ, માંઘરોલી, મંજીપુરા, મરીડા, નાનાવગા, નવાગામ (હા), પાલડી, પાલૈયા, બિન અનામત સામાન્ય - (21 ગામ) - અરજનપુરા કોટ, બોરીયા, ચંપાજી-રામસિહની મુવાડી, ડબાણ, દાવડા, ડુમરાલ, ગુતાલ, પીપલગ, પીપળાતા, રાજનગર, સલુણ તળપદ, સલુણ વાંટા, સિલોડ, સોડપુર, સુરાશામળ, ટુંડેલ, ઉત્તરસંડા, વડતાલ, વલેટવા, વાલ્લા, વીણા,

અન્ય સમાચારો પણ છે...