તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી 166 પેટી દારૂ ઝડપાયો, 24 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ બુટલેગરોની ધરપકડ

સેવાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાલિયામાં બૂટલેગરોએ દારૂની હેરફેરી કરવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. દારૂની ટ્રકની આગળ બ્લ્યૂ કાર પાયલોટિંગ કરાવીને બૂટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યાં હતા. જે અંગેની બાતમી સેવાલિયા પોલીસને મળતાં તેમને બૂટગલરોની ધરપકડ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતીનુસાર, અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલી સેવાલિયા મહારાજના મુવાળા ચેકપોસ્ટ પરથી સેવાલિયા પી.એસ.આઈ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમની બાતમી મળી હતી કે, રાજસ્થાન પાર્સિંગની કાર અને પાછળ આવતી ટ્રકમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવે છે.

આ બાતમીના આધારે સેવાલીયા પોલીસ દ્વારા કાર નં આર.જે 18 CC 4799 અને ટ્રકને રોકી તપાસ કરી હતી, ત્યારે ટ્રકમાંથી 166 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે 3 આરોપીઓની અટકાયત કરીને તેમની પાસેથી 23.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ કાર અને ટ્રક જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ગેરકાયદેસર રીતે થતી આ દારૂની હેરાફેરી કોને અને ક્યાં કરવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ટ્રકની આગળ કાર દ્વારા પાયલોટીંગ કરાતું હતું
સેવાલીયામાં ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતાં બૂટલરો ઝડપાયા છે. ટ્રકની આગળ કારની પાયલોટિંગ કરાવીને દારૂ હેરાફેરી થતી હતી. આ મામલે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી ટ્રકની પાછળ કેબીનની અંદર ખાનું બનાવી દારૂની હેરફેરી કરતાં હતા. આમ, માસ્ટર પ્લાનિંગ કરીને દારૂની હેરાફેરી કરતાં બૂટલેગરો ઝડપાતા આ મામલે મોટામાથા સંકળાયેલા હોવાથી શક્યતા છે, ત્યારે પોલીસે આ હેરાફેરીમાં અન્ય કોઈ કનેક્શન છે કે, નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...