તંત્ર નિદ્રાંધિન:1,650 છાત્રોઓ મધ્યાહન ભોજનની સહાયથી વંચિત

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં જે બેંકે 9 વાર કાર્યવાહી કરી, તેજ બેંક હવે ના પાડે છે: શિક્ષકો

કોરોના કાળમાં સરકારી શાળાઓ બંધ હોઇ બાળકો માટે મધ્યાહન ભોજન પહોચાડવું અશક્ય હતુ. આ સ્થિતિમાં સરકારે વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજનના નાણા સીધા બેંકમાં પહોંચે તેવું આયોજન કર્યું હતું. સરકાર નાણા શાળાઓને મોકલાવે, અને શાળા તે રૂપિયા બાળકોના ખાતામાં જમા કરતી હોય છે. પરંતુ નડિયાદની અલિન્દ્રાની બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોઇ કારણોસર બાળકોના ખાતામાં નાણા જમા કરવાનો ઇન્કાર કરતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. અલિન્દ્રા સેન્ટરની 10 શાળાના સંચાલકો આજે બાળકોના ખાતામાં નાણા જમા કરાવવા માટે બેંક પર પહોચ્યા હતા.

જ્યા મેનેજર દ્વારા નાણાના ચેક સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા શાળા સંચાલકો રોષે ભરાયા હતા. સંચાલકોએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સરકારે આ જ પ્રકારે મધ્યાન ભોજનની સહાય મોકલાવ્યાં છે. જે શાળા સંચાલકો દ્વારા બેંકમાં જમા કરાવવામાં આવતી હતી. અત્યાર સુધી 9 સહાય આજ બેંકમાં જમા થઇ છે. પરંતુ છેલ્લા 60 દિવસની સહાયની રકમ સરકારે મોકલાવતાં તેના રૂપિયા બાળકોના ખાતામાં ભરવા અમે અહીં આવ્યા છીએ.

10 શાળાના છાત્રોના 4.70 લાખ અટવાયા
અલિન્દ્રા પે સેન્ટર હસ્તક કુલ 10 શાળાઓ આવે છે. જેના કુલ 1,650 બાળકો અભ્યાસ કરે છે. લોકડાઉનમાં શળાઓ બંધ હોવાથી સરકારે એક બાળક દીઠ દૈનિક 4.97 રુપિયા ચુકવવામાં આવે છે. જે પ્રથમ શાળાને અને શાળા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવે છે. આ 10 શાળાના 1,650 વિદ્યાર્થીઓના કુલ 4.70 લાખ થાય છે.

છેલ્લા છ માસથી બેંક હેરાન કરે છે
સરકાર દ્વારા શાળાના એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરાવતા. શાળા સંચાલકો ચેક લઇ બેંક ઓફ ઇન્ડિયામાં ભરવા જાય છે. પરંતુ છેલ્લા છ માસથી બેંક કોઇને કોઇ બહાના કરે છે. જ્યારે અમે લીડ બેંકના અધિકારીને ફરિયાદ કરીયે ત્યારે મૌખિક સૂચના મળ્યાથી આજ બેંક વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી આપે છે. પરંતુ હવે અમે કંટાળી ગયા છીએ. -ભરતભાઇ પારેખ, સંચાલક, ચલાલી પ્રા.શાળા

શાળાના એકાઉન્ટ અન્ય બેંકમાં છે
સમગ્ર વિવાદ બાબતે બેંકના કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે શાળાના એકાઉન્ટ બેન્ક ઓફ બરોડામાં છે, જ્યારે વિદ્યાર્થીઓના એકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં. સંચાલકો બેન્ક ઓફ ઇન્ડિયામાં વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં સહાય જમા કરાવવા આવે છે. આ પ્રક્રિયા માટે શાળા દીઠ રૂ.150 ખર્ચ થતો હોય છે જે શાળા ભરતી નથી.

અન્ય સમાચારો પણ છે...