નિદાન કેમ્પ:વડતાલ મંદિરમાં યોજાયેલા નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પમાં 160થી વધુ દર્દીઓએ લાભ લીધો

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડતાલ મંદિર અને વલેટવા સરકારી હોમિયોપથી દવાખાનાના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે આરોગ્યને લક્ષમાં રાખીને એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોમિયોપથી નિદાન કેમ્પમાં તબીબી ટીમ દ્વારા દર્દીઓનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ તિર્થ યાત્રાધામ વડતાલ મંદિરમાં વલેટવા સરકારી હોમિયોપથી દવાખાનાના ઉપક્રમે નિ:શુલ્ક નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતું. આ હોમિયોપથી નિદાન કેમ્પમાં લગભગ 160થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. વલેટવા કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.રમેશ પરમાર તથા દંતાલીના સરકારી હોમિયોપથી દવાખાનાના ડો.પ્રતિક્ષાબેન ચૌહાણે દર્દીઓની તપાસણી કરી હતી.

જન આરોગ્ય જાગૃતિ અર્થે વડતાલ સંસ્થાન અવારનવાર આવા નિદાન તેમજ સારવાર શિબિરો યોજી રહી છે. આજના નિદાન કેમ્પના પ્રેરક ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા ડો. સંત સ્વામી હતા. જ્યારે કેમ્પની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી. આ પહેલા ડો.રમેશભાઇ પરમારે આજથી દોઢેક વર્ષ પૂર્વે કોરોનાના સમયગાળામાં વડતાલ ધામમાં અમૂલ્ય સેવાઓ આપી છે.

અન્ય સમાચારો પણ છે...