તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં 24 કલાકમાં 159 કોરોના પોઝિટીવ : નડિયાદ શહેરમાં વધુ 83 કેસ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાનો આંક ઘટતા તંત્રે રાહતનો શ્વાસ લીધો, 6771 દર્દીઓ નેગેટીવ થતા તેમને રજા અપાઇ

ખેડા જિલ્લામાં આજે ફરી કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 159 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. અગાઉ 24 કલાકમાં 199 પહોંચેલો કોરોના આંક ઘટતા તંત્ર રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસ 7980 નોંધાયા છે.

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નડિયાદ- 83, વસો- 20, મહેમદાવાદ-ં 14, મહુધા-12, કઠલાલ-9, ખેડા અને ઠાસરા 7-7, કપડવંજમાં 6 અને માતરમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ 24 કલાકના 159 કેસ સાથે કુલ આંક 7980એ પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 6771 દર્દીઓ નેગેટીવ થતા તેમને રજા અપાઇ છે. આ પૈકી અત્યારે 1177 એક્ટિવ કેસ છે.

જિલ્લામાં 3 દિવસમાં 25 જેટલા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના મોત થતા તેમના કોવિડ ગાઈડલાઈન મુજબઅંતિમ સંસ્કાર કરાયા છે. એકતરફ કેસમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે બીજીતરફ એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે.સરકારી વેબસાઈટ મુજબ ખેડા જિલ્લામાં હાલ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના 1308 માંથી 1065 ભરાયેલાે, 243 બેડ ખાલી છે.

વસોમાં 10 દિવસમા 108 પોઝીટીવ કેસ
ખેડા જિલ્લામાં વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો તાલુકો વસો પણ હવે કોરોના હોટસ્પોટ બનવા તરફ આગેકુચ કરી રહ્યો છે. વસો તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 108 પોઝીટીવ દર્દી નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં 24 કલાકનો સૌથી વધુ આંકડો 22 નોંધાયો છે. આજે 20 કેસનો વધારા સાથે 10 દિવસનો આંક 108 સુધી પહોંચ્યો છે.

0થી 18 વર્ષના 18 બાળકો કોરોના સંક્રમિત
ખેડા જિલ્લામાં કોરોનાના કુલ 159 કેસ પૈકી આજે 0થી 18 વર્ષના 18 દર્દીઓ નોંધાયા છે. તેમાંય નડિયાદ રામતલાવડી ખાતે 1 મહિનાનો માસુમ કોરોના સંક્રમણનો ભોગ બની છે. જ્યારે નડિયાદના અન્ય વિસ્તારમાં 4 માસનો માસુમ કોરોનાની અડફેટે આવ્યો છે. આ ઉપરાંત સલુણ વાંટામાં 8 વર્ષિય બાળક, પવનચક્કી વિસ્તારમાં 3 વર્ષિય બાળકી, ગુતાલમાં 5 વર્ષિય બા‌‌ળકી, વસોમાં 7 વર્ષિય અને નડિયાદ વીકેવી રોડ પર 18 વર્ષિય કિશોરી કોરના સંક્રમણમાં આવી છે. આ ઉપરાંત મહેમદાવાદ, નડિયાદ જુના ડુમરાલ રોડ, નડિયાદના અલિન્દ્રા, સંતરામ ડેરી રોડ, કપડવંજ, માઈ મંદિર વિસ્તાર, હાથજ, વસોના રોહીતવાસ અને નડિયાદના વિવિધ વિસ્તારોમાં બાળકો કોરોના પોઝીટીવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...